સુરત:પાલ વિસ્તારમાં ચાલતી યશ્વી નવરાત્રિની સુરક્ષાની સામે સવાલો ઉઠી રહ્યાં છે. કિંજલ દવેના સૂર તાલમાં ચાલુ ગરબાના કાર્યક્રમમાં સાપ નીકળ્યો હતો. મેઈન સ્ટેજ ઉપર જ્યાં સુરત પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહલોત બિરાજમાન હતા ત્યાં જ સાપ નીકળ્યો હતો. સ્ટેજની સામે ખેલૈયાઓ ગરબા રમી રહ્યા હતા. જોકે તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ડોમની બહાર સ્ટેન્ડ ટુ ઉપર રહેલા ફાયરના જવાનોએ જ્યાં સાપ આવ્યો હતો તે જગ્યા ઉપર આવીને સાપને ઝડપી લઈને રેસ્ક્યું કર્યો હતો. સાપને એક પ્લાસ્ટિકના ડબ્બામાં બંધ કરી દીધો હતો. આ સાપનું ઇન્ડિયન નામ કાળોતરો છે. તે ઝેરી સાપ છે.

આ પ્રકારના સાપની લંબાઈ ચાર થી પાંચ ફૂટની હોય છે. હાલ તો ફાયરના જવાનો દ્વારા સાપનું સહી સલામત રેસ્કયું કરી સલામત સ્થળે છોડવાની કવાયત હાથ ધરી છે. ફાયર અધિકારી ધર્મેશ પટેલે કહ્યું કે,આજે ફરી મોટી ઘટના ટળી છે. યશ્વી નવરાત્રિમાં કેપિસિટી કરતા વધારે ખેલૈયાઓનો ધસારો જોવા મળી રહ્યો છે. યશવી નવરાત્રિના આયોજકોનો મેન્ટેન્સનો અભાવ જોવા મળી રહ્યો છે. કે્પિસિટી વધારે હોવાના કારણે યશ્વી નવરાત્રિના આયોજકો મીડિયાને દૂર રાખવામાં આવી રહ્યો છે. આવનારા નવરાત્રિના દિવસોમાં હજુ કેપિસિટી કરતા સંખ્યા વધે એવી પુરે પુરી સંભાવના જોવા મળી શકે છે. મહત્વપૂર્ણ છે કે, નવરાત્રિના બીજા જ દિવસે અહિં આગનો બનાવ પણ બન્યો હતો.