અનેક પ્રકારના કોસ્મેટિક, ખાવા પીવાની વસ્તુઓ, બ્રાન્ડેડ કંપનીઓના નકલી બટર, દુધ સાથે હવે જોહ્ન્સન બ્રાન્ડ હેઠળ બાથરૂમ ઉત્પાદનોની સામગ્રી પર ભળતો ટ્રેડમાર્ક મારીને હલકી ગુંણવતાવાળા માલાસમાનનું ગ્રાહકોને વેચાણ કરવાના કૌભાંડનો પર્દાફાસ મુંબઈ હાઈકોર્ટના આદેશ હેઠળ, કોર્ટ રીસીવર અને પોલીસની મદદથી રેઈડ કરીને થયો હતો. આરોપીઓ જોહ્ન્સનના ટ્રેડમાર્કના ભળતા સ્પેલીગ ઉત્પાદન સામગ્રી પર લગાડીને ગ્રાહકોને છેતરવાનો પ્રયાસ થતો હતો.

આ વિશે પોલીસના જણાવ્યા પ્રમાણે, એક વ્યક્તિ સામે દરોડા પાડીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે, જે જોહ્ન્સન બ્રાન્ડ હેઠળ બાથરૂમ ઉત્પાદનો સપ્લાય કરી રહ્યો હતો. તેમ જ પ્રતિષ્ઠિત બ્રાન્ડ જોહ્ન્સનના ટ્રેડમાર્કનું ઉલ્લંઘન કરી રહ્યો હતો. દરોડા દરમિયાન પોલીસે મોટા પ્રમાણમાં હલકી ગુણવત્તાવાળા બાથરૂમ ઉત્પાદનો જપ્ત કર્યા અને સીલ કર્યા, જેમાં 13,000 થી વધુ ઉલ્લંઘન કરનારા પેકેજિંગ બોક્સનો સમાવેશ થાય છે. આરોપીઓ જોહ્ન્સનના ટ્રેડમાર્કમાં 7 શબ્દોના સ્પેલીગમાં ત્રીજો અક્ષર એચની બદલે એ અને છઠ્ઠો અક્ષર ઓ ને બદલે એ લખીને ભળતા નામની જેમ ગ્રાહકોને છેતરવા માટે ટ્રીકી ઉપયોગ કરતા હતા. એથી, આ કાર્યવાહી સુનિશ્ચિત કરશે કે, ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિ બ્રાન્ડેડ માલના સામાનનો ગ્રાહકોને ભળતા નામથી છેતરી નહી અક્ષર શકે. પોલીસે આરોપીનો માલ સીલ કરી ગુનો નોધી આરોપીની ઘરપકડ કરી આગળની કાર્યવાહી કરી રહી છે.