મુંબઈ : બુધવારે સવારે લગભગ 7.30 વાગ્યે પુણે જિલ્લાના પિંપરી-ચિંચવડના બાવધન વિસ્તારમાં કેકે રાવ પહાડી વિસ્તારમાં હેલિકોપ્ટર ક્રેશ થતાં બે પાઇલટ અને એક એન્જિનિયરના મોત થયા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ચાર ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પુણે પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, હેલિકોપ્ટર જુહુ જવા માટે ઓક્સફોર્ડ ગોલ્ફ કોર્સ પાસેના હેલિપેડ પરથી સાંજે લગભગ 7.30 વાગ્યે ઉડ્યું હતું. માત્ર પાંચ મિનિટ પછી, હેલિકોપ્ટર લગભગ 1.5 કિમીના અંતરે ક્રેશ થયું. ક્રેશ થતાની સાથે જ તેમાં આગ લાગી હતી, પરિણામે હેલિકોપ્ટરમાં સવાર ત્રણેય લોકોના મોત થયા હતા. ઘટનાની માહિતી મળતા હિંજેવાડી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી છે. મુંબઈથી છ લોકોની ટીમ પુણે જવા રવાના થઈ છે.

જણાવવામાં આવી રહ્યું છે કે, એનસીપીના પ્રદેશ અધ્યક્ષ સુનીલ તટકરે, આ હેલિકોપ્ટરમાં મુંબઈથી સુતારવાડી સુધી હવાઈ મુસાફરી કરવા જઈ રહ્યા હતા. તેને લેવા માટે હેલિકોપ્ટર પુણેથી મુંબઈ જવા રવાના થયું હતું. આ મામલે તપાસ કરવામાં આવી રહી છે.