વડોદરામાં કોયલીમાં IOCL રિફાઈનરીમાં બ્લાસ્ટ,6 કિમી દુર સુધી ધુમાડાના ગોટે ગોટા દેખાયા

વડોદરા/અમદાવાદ : વડોદરાના કોયલી ખાતે આવેલ IOCL રિફાઇનરીમાં મોટો બ્લાસ્ટ થયો હતો. જે બાદ રિફાઇનરી કંપનીમાં વિકરાળ આગ લાગી હતી. આગ લાગતાની સાથે જ ધુમાડાના ગોટે ગોટા નીકળ્યા હતા. દુર દુર સુધી આ ધુમડો જોવા મળ્યો હતો. બ્લાસ્ટ બાદ આગને પગલે આસપાસના રહિશોમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતાં ફાયર ફાઇટરની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને આગ પર કાબુ મેળવવાનો પ્રયતનો કરી રહ્યા છે. જોકે, પોલીસ પણ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ છે. હાલમાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.
જોકે, કોયલી ખાતે આવેલ IOCL કંપનીમાં બ્લાસ્ટ થતાં આસપાસના વિસ્તારની ધરા ધ્રુજી ઉઠી હતી. તેમજ બ્લાસ્ટનો અવાજથી આસપાસમાં રહેતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. હાલ બે એમ્બ્યુલન્સ IOCL કંપનીમાં પહોચી છે. જ્યારે સ્થાનિક ધારાસભ્ય ધરમેન્દ્રસિંહ વાઘેલા પણ ઘટનાસ્થળ પર પહોંચી ગયા છે.
What's Your Reaction?






