વરસાદે આંશિક વિરામ લેતા પાટણ જિલ્લાના વિવિધ ગામોમાં પાણીજન્ય અને વાહકજન્ય રોગ અટકાયતી પગલા લેવાયા

પાટણ: રાજ્યભરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે કેટલાંક જિલ્લાઓમાં અતિભારે વરસાદ વરસ્યો છે. તો ક્યાંક છુટો છવાયો વરસાદ વરસ્યો છે. પાટણ જિલ્લામાં પણ આ રીતે કેટલાંક વિસ્તારોમાં છુટો છવાયો વરસાદ વરસતા હવે વરસાદે આંશિક વિરામ લેતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે.
આરોગ્ય વિભાગ પાટણ દ્વારા પાટણ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પાણી જન્ય અને વાહક જન્ય રોગ અટકાયતી પગલાં લેવાની શરૂઆત કરી દેવામાં આવી છે. વરસાદ બાદ પાણી ઉતરતા ગ્રામ્ય વિસ્તારમાં પાણીજન્ય અને વાહકજન્ય રોગ અટકાયતી પગલાના ભાગરૂપે એન્ટી લારવા એક્ટિવિટી અને પીવાના પાણીનો ક્લોરીન ટેસ્ટ તથા ક્લોરિન ટેબ્લેટ વિતરણની કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત લોકોને આ સમય દરમિયાન સ્વાસ્થ્ય અંગે કંઈ કંઈ કાળજી રાખવી તે અંગે પણ માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.
What's Your Reaction?






