વિરારમાં પિતાએ દીકરા પર ચાકુથી વાર કર્યો: હુમલામાં દીકરો ગંભીર રીતે ઘાયલ થયો

વિરારમાં પિતાએ દીકરા પર ચાકુથી વાર કર્યો: હુમલામાં દીકરો ગંભીર રીતે ઘાયલ થયો

વિરારઃ ઘરેલુ વિવાદમાં પિતાએ પોતાના જ દીકરા પર ચાકુથી વાર કર્યો હોવાની ચોંકાવનારી ઘટના બની છે.  રવિવારે બપોરે બનેલાં આ બનાવમાં દીકરો ગંભીર રીતે જખમી થયો છે. વિરાર-વેસ્ટમાં આવેલાં ગોકુળ ટાઉનશિપના ગોકુળ ગાર્ડન સોસાયટીમાં જોશી પરિવાર રહે છે. આ બનાવમાં, મલાડમાં એક ઘરના વેચાણમાંથી આવેલાં 4 લાખ રૂપિયાની ઉડાવી દીધા અને કોઈ કામકાજ કરતા ન હોવાથી દીકરા જન્મેશ જોશીએ તેના પિતા પરીક્ષિત જોશીને પૂછયું હતું. આ વાતચીતમાં બન્ને વચ્ચે બોલાચાલી અને મારઝૂડ થઈ હતી. એમાં પિતા ભારે ગુસ્સામાં આવી ગયા અને તેમણે પોતાના જ દીકરાની છાતી પર છરીથી હુમલો કર્યો અને છરી મારી દીધી હતી. જેમાં દીકરો જન્મેશ ગંભીર રીતે જખમી થતાં તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

આ બનાવની જાણ જોષીના બીજા દીકરા મિત જોષીએ બોલિજ પોલીસ મથકમાં કરી હતી.આ ઘટનાની માહિતી મળતાં, નાલાસોપારા વિભાગીય પોલીસ કમિશનર વિજય લગોરેના માર્ગદર્શન હેઠળ, બોલિજ પોલીસ સ્ટેશનના વરિષ્ઠ પોલીસ ઇન્સ્પેકટર રાજેન્દ્ર તેંડુલકર અને ટીમ ઘટનાસ્થળની મુલાકાત લીધી અને ઘટનાનું નિરીક્ષણ કર્યું હતું. આ કેસમાં બોલિજ પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતાની કલમ 109 મુજબ દીકરાને ગંભીર રીતે ઇજા પહોંચાડવા અને તેનો જીવ લેવાનો પ્રયાસ કરવા બદલ કેસ નોંધવામાં આવ્યો છે. આ ગુનાનો આરોપી હજુ ફરાર છે અને પોલીસ બનાવની વધુ તપાસ કરી રહ્યા છે.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow