વેરાવળ ખાતે સેવાસેતુ કેમ્પ યોજાયો 547 રાશન ધારકોના કે.વાય.સી, 256 હેલ્થ એન્ડ વેલનેસ કાર્ડ, 69 બસ કન્સેશન પાસ સહિતના લાભ અપાયા

સોમનાથ:ગીર સોમનાથ, રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓનો લાભ પ્રજાજનોને સતત મળતો રહે અને વહીવટમાં કાર્યક્ષમતા, પારદર્શકતા, સંવેદનશીલતા સાથે પ્રજાજનોના વ્યક્તિગત પ્રશ્નો અને સેવાઓ તેમના રહેઠાણના નજીકના સ્થળે એકજ દિવસે પ્રાપ્ત થઈ શકે તેવા ઉમદા હેતુને ધ્યાને લઈ જિલ્લામાં “સેવાસેતુ” કાર્યક્રમ યોજાઈ રહ્યાં છે.
ગ્રામ્ય અને શહેરી કક્ષાએ નિકાલનો નહીં પરંતુ ઉકેલના અભિગમ સાથે “સેવાસેતુ” કાર્યક્રમનો દશમો તબક્કો ચાલી રહ્યો છે. જે અંતર્ગત વેરાવળ નગરપાલિકા દ્વારા લોહાણા મહાજન વંડી ખાતે સેવાસેતુ કેમ્પ યોજાયો હતો.આ સેવાસેતુમાં 547 રાશન ધારકોના કે.વાય.સી, 256 હેલ્થ એન્ડ વેલનેસ કાર્ડ, 209 સાતબાર/આઠ-અના પ્રમાણપત્રો, 191 રાશન કાર્ડમાં નામ દાખલ કરવા, 116 આવકના દાખલા, 72 જન્મ-મરણના પ્રમાણપત્ર, સામાન્ય લોકો માટે 69 બસ કન્સેશન પાસ, 53 નવા બેન્ક એકાઉન્ટ, 43 આધાર નોંધણી કરવામાં આવી હતી.
જ્યારે 41 પી.એમ.જે.માં અરજી, 36 રાશનકાર્ડમાં સુધારો, 27 પ્રધાનમંત્રી સુરક્ષા વિમા યોજના, 19 પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજના, 15 લગ્ન નોંધણી પ્રમાણપત્ર, 14 અટલ પેન્શન યોજના, જનધન યોજના અન્વયે 13 બેન્ક એકાઉન્ટ, 7 વિધવા સહાય, 7 બસ કન્સેશન પાસ, 5 સુકન્યા સમૃદ્ધિ યોજના, 5 કુંવરબાઈનું મામેરૂ સહાય યોજનાનો લાભ આપવામાં આવ્યો હતો.
What's Your Reaction?






