અંગદાન પ્રવૃત્તિને વેગવાન બનાવવા ‘માહી રી બર્થ ગ્રીન કોરિડોર’ શોર્ટ ફિલ્મનું નિર્માણ કર્યું

વિરમગામઃ બ્રાહ્મણ જ્ઞાતિના જ્ઞાતિગોર તેજસભાઈ ભરતભાઈ દવે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ચૂંટાયેલા વેજલપુરના કાઉન્સિલર પારૂલબેન તેજસ ભાઈ દવેની દીકરી દીતી દવે દ્વારા વર્તમાન અંગદાન અંગેની સામાજિક સમસ્યા ઉપર શોર્ટ ફિલ્મ તૈયાર કરી પ્રસિદ્ધ કરી છે. વર્તમાન પરિસ્થિતિમાં ચક્ષુદાન માટે લોકો જાગૃત થયા છે અને ચક્ષુદાન કરવા માટે લોકો આગળ પમ આવી રહયા છે. પરંતુ, કિડની, હાર્ટ, લીવર જેવા જરૂરિયાત અંગદાન માટે જાગૃતતા આવી નથી. આ અંગો માટે મોટી સંખ્યામાં વેટિંગ લિસ્ટ ચાલી રહી છે. કેટલાક યુવાન દર્દીઓ અંગદાન ના અભાવે મરણ પામે છે. આ સંજોગોમાં અંગદાનની પ્રવૃત્તિને વધુ વેગવાન બનાવવા અને જનજાગૃતિ માટે યુવાન દીકરી દીતી દવેની આ ફિલ્મ સમાજમાં જરૂર અંગદાનનીની પ્રવૃત્તિને વેગ આપશે.
What's Your Reaction?






