ગુરૂ ભગંવતો ભારતમાં, પણ તેઓની પ્રેરણાથી અમેરિકામાં 63 આરાધકોએ ર્ક્યું ભક્તામર તપ

ગુરૂ ભગંવતો ભારતમાં, પણ તેઓની પ્રેરણાથી અમેરિકામાં 63 આરાધકોએ ર્ક્યું ભક્તામર તપ

કુલ 44 દિવસનું તપ જૈન સેન્ટર ઓફ ન્યૂ જર્સી સંઘમાં 25 જૂલાઈથી શરૂ થયું, તપસ્વીઓના પારણા 8મી સપ્ટેમ્બરે  

જય શાહ

મુંબઈ: અમેરિકાના જૈન સેન્ટર ઓફ ન્યૂ જર્સી સંઘમાં પ.પૂ. ગુરૂદેવ ગચ્છાધિપતિ આ.ભ. રાજયશસૂરીશ્વરજી મ.સા. અને આર્ચાય વિતરાગયશસૂરીશ્વરજી મ.સા.ના આર્શીવાદ અને પ્રેરણાથી અમેરિકાના ન્યૂ જર્સી રાજ્યમાં ફેકલીન નગરમાં ભગવાન મૂનિસુવ્રત સ્વામી જીનાલયમાં સામૂહિક ભક્તામર તપની આરાધના 25 જૂલાઈથી શરૂ થઇ છે.

ભક્તામર તપમાં 63  તપસ્વીઓ સામુહિક આરાધના કરી રહ્યા છે. જૈન ધર્મના ઈતિહાસમા સૌ પ્રથમવાર ભારતની બહાર અમેરિકાની ધરતી પર ભક્તામર તપ થઈ રહ્યું છે. આ તપ 44 દિવસનું છે, જેમાં આંતર દિવસે ઉપવાસ અને બેસણા કરવાના હોય છે.  

પ.પૂ. ગુરૂદેવે ભક્તામર તપનું અનેરૂ મહત્વ સમજાવ્યું છે. અમેરિકાના જૈન સેન્ટર ઓફ ન્યૂ જર્સી સંઘમાં  તમામ આરાધકોને બેસણા કરવાની અદભુત વ્યવસ્થા કરવામાં આવી છે. આ તપના તપસ્વીઓના પારણા 8મી સપ્ટેમબરે યોજાશે, અને 21 સપ્ટેમબરે અમેરિકામાં યોજાશે. આ માટે ભારતમાંથી પ.પૂ. ગુરૂ દેવના માર્ગદર્શનથી આ સમગ્ર કાર્યક્રમ યોજાઈ રહ્યો છે.

અમેરિકામાં વસતા જૈન સમાજમાં આ કાર્યક્રમને લઈને અનેરો ઉત્સાહ છે, ગુરૂભગવંતોની સાક્ષાત નિશ્રા વિના, ફકત તેઓની પ્રેરણાથી ભારતથી દુર વિદેશની ધરતી પર સામુદાયિક આરાધના કરવામાં આવે અને તેની ઉજવણી પણ કરવામાં આવે એ અદભુત સહયોગ જોવા મળી રહ્યો છે.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow