મહારાષ્ટ્રઃ માલવણ રાજકોટ કિલ્લા ખાતે ઉભી કરાયેલી છત્રપતિ શિવાજી મહારાજની લાંબી પ્રતિમા ધરાશાયી થઈ છે. માલવણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં નૌકાદળ દિવસ નિમિત્તે ભારે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.
સિંધુદુર્ગ જિલ્લાના માલવણમાં રાજકોટના કિલ્લામાં સ્થાપિત છત્રપતિ શિવાજી મહારાજની પૂર્ણ લંબાઈની પ્રતિમા તૂટી પડી હતી. પ્રતિમા તૂટી પડવા પાછળનું કારણ શું હતું તે હજુ સ્પષ્ટ નથી. મહારાજની આખી પ્રતિમા ધરાશાયી થતાં શિવપ્રેમીઓ નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી 4 ડિસેમ્બર, 2023 ના રોજ નૌકાદળ નિમિત્તે માલવણ આવ્યા હતા અને શિવજીની પ્રતિમાનું ઉદ્ઘાટન કર્યું હતું. આ કામગીરી અંગે ભુતપૂર્વ ધારાસભ્ય પરશુરામ ઉપરકરે મહારાષ્ટ્ર રાજ્ય સરકાર દ્વારા તપાસની માગણી કરી હતી. તેમણે આ મામલે તપાસ કરી કાર્યવાહી કરવામાં આવે એવી માગણી કરી છે.