જોયા અખ્તરે સેન્સર બોર્ડ પર નિશાન સાધ્યું

નવી દિલ્હી: પ્રખ્યાત લેખક જાવેદ અખ્તરની દીકરી, જોયા અખ્તર એક ઉત્તમ નિર્દેશક છે. તેમના નિર્દેશનમાં બનેલી 'જિંદગી ના મિલેગી દોબારા', દર્શકોને ખૂબ પસંદ પડી હતી. હાલમાં જ જોયાએ એક ઈન્ટરવ્યુમાં સેન્સર બોર્ડ પર નિશાન સાધતાં તેણે સવાલ ઉઠાવ્યો હતો કે, ફિલ્મમાં બળાત્કારના દ્રશ્યો બતાવી શકાય છે, પણ કિસિંગ નહીં.
જોયા અખ્તરે, તાજેતરમાં જ તેના પિતા જાવેદ અખ્તર સાથે એક ઈવેન્ટમાં ઉપસ્થિત રહી હતી. જોયાએ કહ્યું, "શારીરિક અંતરંગતા પરની સેન્સરશીપ દૂર કરવી જોઈએ. હું જાણું છું કે, જો આ સેન્સરશીપ દૂર કરવામાં આવશે, તો એવા લોકો છે જેઓ તેમની ઇચ્છા વિરુદ્ધ તેને જોશે. મને લાગે છે કે ફિલ્મોમાં સંમતિપૂર્ણ અંતરંગતા દર્શાવવાની જરૂર છે. અને મને લાગે છે કે બાળકો પણ તેને જોઈને મોટા થઈ શકે છે." જોયાના નિવેદન પર ઘણા લોકોએ વાંધો વ્યક્ત કર્યો છે. તેણે એમ પણ કહ્યું હતું કે, અમેરિકનો કરતાં ફ્રેન્ચો પુરુષોની નગ્નતા માટે વધુ ખુલ્લા છે.
What's Your Reaction?






