જ્યારે પોલીસ કાકાએ રડતાં બાળકની સાયકલ શોધી કાઢી: આ કેસ ઉકેલતાં 13 અન્ય ચોરાયેલી સાયકલ પણ મળી આવી

15 વર્ષના ત્રણ સ્કૂલના બાળકો રડતા-રડતા વિરારના બોલિંજ પોલીસ મથક પહોંચ્યા હતા. 'પોલીસ કાકા, અમારી સાયકલ ચોરાઈ ગઈ છે. મા-બાપ બૂમો પાડશે, મારશે એટલે પ્લીઝ, અમારી સાયકલ શોધી આપો,' એવી વિનંતી કરી હતી. આ વાત કહેતી વખતે એક છોકરો પોલીસ મથકમાં રડવા લાગ્યો હતો. સાયકલ ચોરાઈ જતાં બાળકોની ભોળપળ અને હાલત જોઈ ત્યાં હાજર પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસે બાળકની ફરિયાદ દાખલ કરીને અન્ય કામ છોડી સાઈકલની શોધખોળ શરૂ કરી હતી. એથી આ બાળકોની તો સાયકલ મળી આવી અને એની સાથે માત્ર બે દિવસમાં 13 જેટલી ચોરાયેલી સાયકલ જપ્ત કરવામાં આવી હતી. તેમ જ 2 સાયકલ ચોરોની પણ ધરપકડ કરવામાં આવી છે.
વિરાર-વેસ્ટના ગાવઠાણીમાં એક ખાનગી ક્લાસમાં 14 ડિસેમ્બર શનિવારના રોજ બાળકો રાબેતા મુજબ ટ્યુશન માટે ગયા હતા. સાંજના સમયે ત્રણ બાળકો તેમના ક્લાસની નીચે સાયકલ રાખીને ગયા હતા પરંતુ એ બાદ તે મળી નહોતી. બધે શોધખોળ કરવા છતાં પણ સાઇકલ ન મળતાં બાળકો રડી રહ્યાં હતાં. એક છોકરાની સાયકલ ફાયરફોક્સ કંપનીની 25 હજાર રૂપિયાની કિંમતની સાયકલ હતી. જ્યારે અન્ય બે બાળકોની સાયકલની કિંમત 10 હજાર રૂપિયા હતી. ગભરાયેલાં છોકરાઓ રડતાં-રડતાં સીધા બોલિંજ પોલીસ મથક પહોંચ્યા હતા. ત્યાં પોલીસ સબ ઈન્સ્પેક્ટર વિષ્ણુ વાઘમોડે અને પોલીસ કોન્સ્ટેબલ કિશોર ધનુ હાજર હતા. સાયકલ ચોરાઈ થઈ હોવાથી બાળકો ડરી ગયા હતા અને એક રડી રહયા હતા. એમાંથી એક બાળકની અગાઉ પણ બે વખત તેની સાયકલ ચોરાઈ હતી. છોકરાએ પોલીસને આજીજી કરતાં કહયું કે, પોલીસ કાકા અમારી સાયકલ શોધી કાઢો નહીંતર અમારા માતા-પિતા મારશે.
બાળકોને રડતાં જોતાં પોલીસે બાળકોની ફરિયાદ લઈ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસે ચોરાયેલી સાયકલ શોધવા તપાસ કરવા વિસ્તારના સીસીટીવી કેમેરા ચેક કર્યા બાદ બે ચોરોની પકડી પાડ્યા હતા. પોલીસે 26 વર્ષના સન્ની પ્રજાપતિ અને 24 વર્ષના ગૌરવ સાળવીને તાબામાં લેવામાં આવ્યા હતા. આ પોલીસે ત્રણ ચોરાયેલી બાળકોની સાયકલ રીકવર કરવા ઉપરાંત એક અઠવાડિયામાં આ જ વિસ્તારમાંથી ચોરીની 13 સાયકલ પણ જપ્ત કરી હતી. તેમની ચોરાયેલી સાયકલ પાછી જોઈને બાળકોના ચહેરા આનંદથી છલકાઈ ગયા હતા. આ વિશે પોલીસ સબ-ઇન્સ્પેક્ટર વિષ્ણુ વાઘમોડેએ માહિતી આપી હતી કે, આ આરોપી દારૂડિયા છે અને નશા માટે સાયકલની ચોરી કરતા હતા. તેમણે આ સાયકલ માત્ર 1 થી 2 હજાર રૂપિયામાં વેંચી હતી
What's Your Reaction?






