નાલાસોપારામાં નવ સમર્થ પ્રતિષ્ઠાન દ્વારા દ્વિતીય જાહેર વિદ્યાર્થી સત્કાર સમારોહ યોજાયો

નાલાસોપારામાં નવ સમર્થ પ્રતિષ્ઠાન દ્વારા દ્વિતીય જાહેર વિદ્યાર્થી સત્કાર સમારોહ યોજાયો
નાલાસોપારામાં નવ સમર્થ પ્રતિષ્ઠાન દ્વારા દ્વિતીય જાહેર વિદ્યાર્થી સત્કાર સમારોહ યોજાયો
નાલાસોપારામાં નવ સમર્થ પ્રતિષ્ઠાન દ્વારા દ્વિતીય જાહેર વિદ્યાર્થી સત્કાર સમારોહ યોજાયો

મુંબઈઃ નાલોસાપારા-વેસ્ટમાં આવેલાં  રિષભ બેન્કવેટ હોલમાં નવ સમર્થ પ્રતિષ્ઠાન નામની સામાજિક સંસ્થા દ્વારા દ્વિતીય જાહેર વિદ્યાર્થી સત્કાર સમારોહ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમના મુખ્ય અતિથિ કલ્યાણજીભાઇ કાનજી જાદવ (રાજચામુંડા બિલ્ડર્સ એન્ડ ડેવલોપર્સના ડાયરેક્ટર),  અતિથિ વિશેષ ગૌરીબહેન ગણેશભાઈ ઝાલા (વનિતા વિશ્રામ પ્રાયોગિક શાળા, સુરતના પ્રિસિપલ) , ભાવેશભાઈ મહેતા (મુંબઈ ગુજરાતી સંગઠનના સ્થાપક ટ્રસ્ટી), ગણેશભાઈ નારણભાઈ ઝાલા (સંત શિરોમણી રવિદાસ યુથ કલબ,ગુજરાત, સુરત શહેર પ્રમુખ),   પ્રવીણભાઈ મારું (પૂર્વ ધારાસભ્ય, ગુજરાત વિધાનસભા), વિધાર્થીઓ અને સમાજના વરિષ્ઠ સમાજ સેવકો દ્વારા શ્રી ગણેશ, માતા સરસ્વતી ની મૂર્તિ અને સંત શ્રી રોહીદાસ બાપુ, સાવિત્રીબાઈ ફૂલે,મહાત્મા ગાંધી, ડૉ. બાબાસાહેબ આંબેડકરની છબી આગળ દીપ પ્રગટાવી સરસ્વતી વંદના સાથે કાર્યક્રમની શરૂઆત કરી હતી. ઉલ્લેખનીય છે કે કાર્યક્રમ યોજાયો એ સ્થળે સ્વાતંત્ર સેનાનીઓ અને દેશ માટે યુધ્ધમાં શહીદ થનાર શહીદોને શ્રદ્ધાંજલી અર્પણ કરતાં અને આદર્શ મહિલા સશક્તિકરણના પોસ્ટરો પણ લગાડવામાં આવ્યા હતા. તેમ જ પ્રશાંતભાઈ ત્રિપાઠી દ્વારા એક સારા સંદેશ સાથે સંગીતમય કાર્યક્રમ પ્રસ્તુત કરીને વિદ્યાર્થીઓ, મહેમાનો અને સંસ્થાના કાર્યકર્તાઓને મનોરંજન સાથે પ્રોત્સાહન પણ આપવામાં આવ્યું હતું.

તમામ વિધાર્થીઓ માટે ડ્રોઈંગ અને નૃત્ય સ્પર્ધા રાખવામાં આવી હતી. દરેક વિદ્યાર્થીઓને મોમેન્ટો અને રોકડ રકમ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. એ ઉપરાંત સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓને ઉપયોગી નિવેડે એવી સ્ટેશનરીની કીટ આપવામાં આવી હતી. તેમ જ Jr.KG, Sr.KG નાં વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ સાથે સ્કેચ પેન, પેન,  પેન્સિલ, રબ્બર, શાર્પનર, ડ્રોઈંગ બુક વગેરેની કીટ  આપવામાં આવી. અને ધોરણ ૧ થી લઇ ધોરણ ૧૦ સુધીના વિધાર્થીઓને સ્કૂલ બેગ, અડધો ડઝન નોટબુક, કંપાસ બોકસ, પેન વગેરેની કીટ આપવામાં આવી હતી. સંસ્થા દ્વારા કુલ ૧૩૦ વિદ્યાર્થીઓનું સત્કાર કરવામાં આવ્યું હતું. છેલ્લે સંસ્થાના કાર્યોનો અહેવાલ વિડિયો રૂપી દર્શાવી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ શ્યામભાઈ ખોડીદાસ જાદવ, સેક્રેટરી કમળાબહેન સોલંકી, ખજાનજી લાલજીભાઈ રાઘવભાઈ સોલંકી સહિત તમામ કાર્યક્રતાઓએ ભારે મહેનત કરી હતી.

 

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow