પ્રાદેશિક સેનાની 128મી ઇન્ફન્ટ્રી કોર્પ્સે એક કલાકમાં પાંચ લાખથી વધુ રોપા વાવ્યા, બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

નવી દિલ્હી:પ્રાદેશિક સેના ની 128મી ઇન્ફન્ટ્રી કોર્પ્સ (ઇકો ટાસ્ક ફોર્સ) એ રવિવારે જેસલમેરમાં એક કલાકમાં પાંચ લાખથી વધુ રોપાઓ વાવીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. રેતાળ જેસલમેરને હરિયાળું બનાવવાના ઉદ્દેશ્ય સાથે, આ કાર્યક્રમનું મોટા પાયે આયોજન કરવામાં આવ્યું હતું.
કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે, આ સફળતા માટે પ્રાદેશિક સેનાને અભિનંદન પાઠવ્યા છે.
ભૂપેન્દ્ર યાદવે ટ્વિટર પર કહ્યું કે, પ્રાદેશિક સેના એ એક કલાકમાં 5,19,130 રોપા વાવ્યા. આ પ્રયાસ એક પેડ મા કે નામ અભિયાન હેઠળ, જનભાગીદારીના અનોખા ઉદાહરણ તરીકે ઉભરી આવ્યો છે. વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ દ્વારા પ્રમાણિત સિદ્ધિમાં, સ્થાનિક સમુદાયો, જિલ્લા સત્તાવાળાઓ, એનજીઓ, બીએસએફ, હોમગાર્ડ્સ અને શાળાઓએ ભાગ લીધો છે.
તેમણે કહ્યું કે, 128 બટાલિયન ઇકો-ટાસ્ક ફોર્સ અને પ્રાદેશિક સેના (એમઓઈએફ & સીસી ના 6 યુનિટમાંથી એક) એ, પ્રાદેશિક સેના સાથે મળીને એક કલાકમાં પાંચ લાખથી વધુ રોપાઓ વાવવાનો વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો છે. દરેક વ્યક્તિ આ માટે અભિનંદનને પાત્ર છે.
What's Your Reaction?






