ફૂટબોલ મેચ રદ થયા બાદ એમ્સ્ટરડેમમાં, રમખાણોમાં આઠ એજેક્સચાહકોની ધરપકડ કરવામાં આવી

ફૂટબોલ મેચ રદ થયા બાદ એમ્સ્ટરડેમમાં, રમખાણોમાં આઠ એજેક્સચાહકોની ધરપકડ કરવામાં આવી

નવી દિલ્હી:એજેક્સ અને એફસી યુટ્રેચ વચ્ચેની એરેડિવિસી ફૂટબોલ ટુર્નામેન્ટની મેચ,પોલીસ હડતાલને કારણે રદ કરવામાં આવ્યા બાદ રમખાણો ફાટી નીકળ્યા બાદ, ડચ પોલીસેરવિવારે એમ્સ્ટરડેમમાં આઠ એજેક્સ ચાહકોની ધરપકડ કરી હતી.સિન્હુઆએ અહેવાલ આપ્યો છે કે,” શહેરના કેન્દ્રમાં એકત્રથયેલા ચાહકોએ પોલીસ હેડક્વાર્ટરને, નુકસાન પહોંચાડ્યું હતું અને પોલીસ વાહનોમાંતોડફોડ કરી હતી. અધિકારીઓ સાથે, ભીડની અથડામણ ચાલુ રહેતાં, પોલીસ તૈનાત કરવામાં આવી હતી.”પોલીસ હડતાલનો વિરોધ કરવા માટે તોફાનીઓ, સૌપ્રથમ મધ્ય એમ્સ્ટરડેમના સાર્વજનિક સ્ક્વેર લીડસેપ્લીન ખાતે એકઠા થયા હતા.જેના કારણે એજેક્સ સતત બીજા રવિવારે, લીગ મેચ ચૂકી ગયું હતું. વિરોધ વધ્યો, પરિણામે આ વિસ્તારમાં ટ્રામ બંધ થઈ ગઈ અને બારીઓ તૂટી ગઈ.એજેક્સસામે એફસીયુટ્રેચમેચ રદ કરવામાં આવી હતી કારણ કે સુરક્ષા પૂરી પાડવા માટે કોઈ પોલીસ ઉપલબ્ધ ન હતી, પોલીસ અધિકારીઓ વિરોધ કરી રહ્યા હતા અને વહેલી નિવૃત્તિના લાભો માટે હડતાલ પર હતા. બે અઠવાડિયા પહેલા, બીજી એરેડિવિસી મેચ, રોટરડેમમાં ફેયેનૂર્ડ વિ એજેક્સ, પણ ચાલુ પોલીસ હડતાલને કારણે રદ કરવામાં આવી હતી.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow