રમત- ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અંતર્ગત કાર્યરત સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા ચાલુ વર્ષ 2024- 25 માં ગામ તરણેતર- તાલુકા થાનગઢ, સુરેન્દ્રનગર જિલ્લા ખાતે આગામી 6 સપ્ટેમ્બર થી 8 સપ્ટેમ્બર દરમિયાન 19 માં ગ્રામીણ ઓલમ્પિકસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

આ ગ્રામીણ ઓલમ્પિક સમારોહમાં ભાઈઓ માટે ટૂંકી દોડ, લાંબી દોડ (4*100 મીટર રીલે દોડ), લાંબી કુદ, ગોળા ફેંક,નારિયેળ ફેંક, કુસ્તી, વોલીબોલ, લંગડી, નારગોયું (નારગોલ), કબડ્ડી, રસ્સાખેંચ અને ખાંડના લાડવા ખાવાની હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ બહેનો માટે ટૂંકી દોડ, લાંબી દોડ (4*100 મીટર રીલે દોડ), લાંબી કુદ, ગોળા ફેંક, વોલીબોલ, કબડ્ડી, લંગડી, દોરડા કુદ (રોપ સ્કીપીંગ) અને માટલાદોડ જેવી પરંપરાગત રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.