ફોર ક્લોન એજન્સી દ્વારા શેરી નાટક ભજવીને ચાલી રહેલા સ્વચ્છતા અભિયાનને જાગૃતિ સંદેશ પહોચાડવા સુંદર પ્રયાસ

રાજપીપલા/અમદાવાદ : “સ્વભાવ-સ્વચ્છતા, સંસ્કાર-સ્વચ્છતા”ના ધ્યેય સાથે સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સમગ્ર રાજ્ય સહિત નર્મદા જિલ્લામાં સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરાઈ છે. ત્યારે દક્ષિણ ઝોનમાં પણ વિવિધ જિલ્લાઓમાં ફોર ક્લોન નાટક મંડળી- અમદાવાદ દ્વારા શેરી નાટક ભજવવાનું આયોજન કરીને સરકારના દ્વારા ચાલી રહેલા સ્વચ્છતા અભિયાનને છેવાડાના લોકો સુધી સ્વચ્છતાનો સંદેશ પહોચાડવામાં આવી રહ્યા છે. લોક જાગૃતિ થકી લોક માનસ કેળવી રહી છે.
ફોર ક્લોન ગૃપ અમદાવાદ અને રાજપીપલા નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે શેરી નાટકો થકી નર્મદાના વિવિધ સ્થળો પર સ્વચ્છતા લોક જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. ત્યારે શ્રી છોટુભાઈ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલય સંકુલ રાજપીપલા ખાતે ભરૂચના સાંસદ મનસુખ વસાવા અને જિલ્લા પંચાયતના પ્રમુખ ભિમસિંહ તડવીની ઉપસ્થિતિમાં યોજાયેલા ગરીબ કલ્યાણ મેળામાં પણ ઉપસ્થિત લાભાર્થી મહાનુભાવોની વિશાળ સંખ્યામાં લોકજાગૃતિ થકી સીંગલ યુસ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવો નહી આંગણું શેરી સ્વચ્છ રાખવી જેની શરૂઆત આપણા ઘરના આંગણામાંથી કરવી જોઈએ તેવો સંદેશ આપ્યો હતો. તદ્ઉપરાંત રાજપીપલામાં હરસિધ્ધિ માતાનું મંદિર, રાજપીપલા બસ-સ્ટેશન ખાતે પણ શહેરી નાટક રજુ કરી ઉપસ્થિત સ્થાનિકો સહિત અન્ય લોકોને સ્વચ્છતાનો સંદેશ આપી સ્વચ્છતાના શપથ લેવડાવી સંકલ્પ બધ્ધ કર્યા હતાં. અને આ શેરી નાટકને લોકો દ્વારા પણ સુંદર પ્રતિભાવ સાપડી રહ્યો છે મનોરંજન સાથે માર્ગદર્શન નગરજનોને પુરૂ પાડી પોતાના ઘર-ગામડાઓ, શહેરો, ફળિયામાં અને પોતાના વિસ્તારમાં સ્વચ્છતાની આહલેક જગાવી હતી.
What's Your Reaction?






