ભાજપના નેતા અમિત શાહ, આજે જમ્મુ-કાશ્મીરમાં છ સ્થળોએ જાહેરસભાઓ કરશે

ભાજપના નેતા અમિત શાહ, આજે જમ્મુ-કાશ્મીરમાં છ સ્થળોએ જાહેરસભાઓ કરશે

નવી દિલ્હી : ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના વરિષ્ઠ નેતા, સ્ટાર પ્રચારક અને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ, આજે જમ્મુ અને કાશ્મીરમાં પ્રચાર કરશે. તેઓ રાજ્યના છ વિધાનસભા ક્ષેત્રોમાં જાહેર સભાઓને સંબોધિત કરશે. ભાજપે એક્સ હેન્ડલ પર આ માહિતી શેર કરી છે.

શાહ, આજે સવારે 11.45 કલાકે ચેનાની વિધાનસભા ક્ષેત્રના મતદારોને મળશે. તેઓ કે.વી.સ્કૂલ, ચેનાની ખાતે જાહેર સભાને સંબોધશે. આ પછી શાહ ઉધમપુર વિધાનસભા ક્ષેત્રમાં પહોંચશે. ત્યાં બપોરે 12 વાગે મોદી ગ્રાઉન્ડમાં જનસભા કરશે. અહીંથી શાહ બાની વિધાનસભા ક્ષેત્રમાં જશે. તેમની જાહેર સભા, અહીના મેળાના મેદાનમાં બપોરે પોણા બે કલાકે યોજાનાર છે. જસરોટા વિધાનસભા મતવિસ્તાર હેઠળના જસરોટાના બરવાલ મોડ ખાતે બપોરે 3.30 કલાકે શાહની જાહેર સભા યોજાશે.

બીજેપીના એક્સ હેન્ડલ મુજબ, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, સૌથી છેલ્લે મઢ વિધાનસભા મતવિસ્તારમાં પ્રચાર કરશે. અમિત શાહ, સાંજે 5.45 કલાકે અહી ખીરી ચોક મેદાનમાં પાર્ટીની જાહેરસભાને સંબોધશે.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow