ભાભરમાં જૈન સાધ્વીજીની છેડતીના પ્રકરણે પોલીસે શંકાસ્પદ આરોપીનો સ્કેચ જાહેર કર્યો

ભાભરમાં જૈન સાધ્વીજીની છેડતીના પ્રકરણે પોલીસે શંકાસ્પદ આરોપીનો સ્કેચ જાહેર કર્યો

ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના  મુખ્ય શહેર ભાભરમાં એક જૈન સાધ્વીજીની છેડતીના પ્રયાસનો મામલો બહાર આવ્યા બાદ જૈન સહિત અન્ય સમાજમાં ખળબળાહટ  ફેલાયો છે. આ મામલે જૈન સમાજ મંગળવારે પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરવા ગયા હતા, પરંતુ ઘટનાને 24 કલાક પસાર થયા પછી આરોપીને પોલીસ ઝડપી શકી નથી. જોકે પોલીસે શંકાસ્પદ આરોપીનો સ્કેચ જાહેર કરીને તપાસ હાથ ધરી છે. ત્યારે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે આ ઘટનાને વખોડી છે.

આખો મામલો શું છે?

ભાભરમાં ચાતુર્માસ માટે ઉપાશ્રયમાં સ્થિર થયેલાં જૈન સાધ્વીજી ઉપાશ્રયથી નજીક ખેતરમાં લઘુશંકા કરવા  ગયા હતા. એ સમયે બે અજાણ્યા વ્યક્તિએ તેમની છેડતી કરવાનો પ્રયાસ કર્યો હતો. એથી સાધ્વીજીએ બૂમાબૂમ કરતાં બન્ને નરાધમો નાસી છુટ્યા હતા. પરંતુ, રક્ષાબંધનના પવિત્ર દિવસે આઘાતજનક કૃત્યના પગલે આગેવાનોની આરોપીઓને પકડવાની માગણી સામે પોલીસે કડક કાયર્વાહી હાથ ધરી છે. એથી પોલીસ ઘટનાસ્થળની આસપાસના સીસીટીવી કેમેરા ફુટેજ તપાસી રહી છે. પોલીસની તપાસના આધારે પોલીસે બેમાંથી એક આરોપીનો સ્કેચ જાહેર કર્યો છે અને લોકોને આ આરોપી વિશે જાણ કરવા માટે બનાસકાંઠા પોલીસે અપીલ કરી છે. 

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow