છોટાઉદેપુરમાં બાળકો નદીમાંથી પસાર થઈ ભણવા જવા મજબૂર

વાયબ્રન્ટ ગુજરાતમાં વિકાસની ગુંલબાગો વચ્ચે પાવી જેતપુર તાલુકાના વીરપુર પ્રાથમિક શાળાના બાળકોને સ્કુલે જવા માટે નદીમાંથી પસાર થવું પડી રહ્યું છે. ભારજ મળી કિનારે આવેલી છે, અને ગામ નદીની બે બાજુ વહેંચાયેલું છે. જેના કારણે શાળાની સામે બાજુના ચાર ફળિયાના બાળકોને ચોમાસા દરમિયાન રોજ ચાલીને ભારજ નદીના ઘુટણસમા પાણીમાંથી જીવના જોખમે ઉતરીને શાળાએ જવું પડે છે. આ ચાર ફળિયાના રહેવાસીઓ, બાળકો અને શિક્ષકો પણ આ ભારજ નદીના પાણીમાંથી જ પસાર થઈ રહ્યા છે. આ ઉપરાંત ગામના ચાર ફળીયા તરફ જવાનો રસ્તો પણ કોતરના કિનારે જ આવેલો છે, અને લગભગ બે કિલોમીટર કરતા વધુ રસ્તો કોતરના પાણીમાંથી જ પસાર કરીને જવાની ફરજ પડી રહી છે. હજુ પણ આ ગ્રામ્ય વિસ્તારમાં વિકાસની ગતિ ક્યારે પહોચશે તેની ગ્રામ્યજનો કાગડોળે વાટ જોઈ રહ્યા છે.
What's Your Reaction?






