સુપ્રીમ કોર્ટના ચુકાદાને લઇને પાટણમા દલિત સમાજનો વિરોધ

સુપ્રીમ કોર્ટના જજની બેચ દ્વારા દેશમાં SC-ST અનામતમાં ક્રિમીલિયરની લાગુ કરવાના નિર્ણય કરવામાં આવ્યો છે. જેનો દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. આજે ભારત બંધનું પણ એલાન કરવામાં આવ્યું છે. ત્યારે પાટણ શહેરમાં પણ દલિત સમાજના લોકો દ્વારા બગવાડા ખાતે એકત્ર થયા હતા, ત્યારબાદ ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને માલ્યાર્પણ કરી રસ્તા વચ્ચે બેસી એક કલાક સુધી ચક્કજામ કરી સૂત્રોચ્ચાર કર્યા હતા. જેથી ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. જોકે, પાટણ શહેરના તમામ બજારો રાબેતા મુજબ ચાલુ રહ્યા હતા, શહેરના બગવાડા દરવાજા ખાતે કરાયેલા ચક્કાજામને લઈને ટ્રાફિક જામ થતા પોલીસે વિરોધ કરી રહેલાઓની અટકાયત કરી માર્ગ ખુલ્લો કર્યો હતો.
સુપ્રીમ કોર્ટના જજની બેચ દ્વારા દેશમાં SC-ST અનામતમાં ક્રિમીલિયરની લાગુ કરવાના નિર્ણય કરવામાં આવ્યો છે. આ કાયદો સરકાર લાવે એ પહેલા વિરોધ કરવામાં આવ્યો છે. તે તમામ નિયમોનો અમલ ના કરવામાં આવે એ માટે આજરોજ ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. દેશભરમાં નેશનલ કોન્ફેડરેશન ઓફ દલિત એન્ડ ટ્રાઈબલ ઓર્ગેનાઈઝેશન (NACDAOR)ના નેતૃત્વમાં વિરોધ પ્રદર્શનો કરાઈ રહ્યા છે. ત્યારે પાટણ શહેરમાં ભારત બંધના એલાનને સમર્થન ન સાપડતા પાટણ શહેરના બજારો રાબેતા મુજબ ચાલુ રહ્યા હતા. પરંતુ અનુસૂચિત સમાજ દ્વારા શહેરના બગવાડા દરવાજા ખાતે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને માલ્યાર્પણ કરી બગવાડા ચોકમાં રસ્તા વચ્ચે બેસી જઈ ચક્કજામ કરી સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. બગવાડા ચોકમાં ભારે ચક્કજામ સર્જાયો હતો. તો પોલીસે આંદોલનકારીઓની અટકાયત કરી માર્ગ ખુલો કરી ટ્રાફિક હળવો કર્યો હતો.
What's Your Reaction?






