નવી દિલ્હી : માલદિવના રાષ્ટ્રપતિ મુકમ્મદ મુઇઝ્ઝુએ આજે સવારે મહાત્મા ગાંધીના સમાધિ સ્થળ રાજઘાટ પર જઈને પુષ્પાંજલિ અર્પણ કરી. આ દરમિયાન તેમના પત્ની સજિદા મુઇઝ્ઝુ પણ ઉપસ્થિત રહ્યા. આજે સવારે જ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અને પ્રધાનમંત્રીએ નરેન્દ્ર મોદી એ તેમનું રાષ્ટ્રપતિ ભવનમાં સ્વાગત કર્યું.

ભારતની દ્વિપક્ષીય યાત્રા પર રવિવારે આવ્યા માલદિવના રાષ્ટ્રપતિ મુકમ્મદ મુઇઝ્ઝુ સાથે સૌપ્રથમ વિદેશ મંત્રીએ એસ. જયશંકરે મુલાકાત લીધી. જયશંકરે વિશ્વાસ વ્યકત કર્યો કે પ્રધાનમંત્રીએ નરેન્દ્ર મોદીને મુઇઝ્ઝુની વાતચીતથી મિત્રતાપૂર્ણ સંબંધોનો વધુ વિકાસ થશે. નોંધનીય છે કે મુઇઝ્ઝુએ જૂનમાં પ્રધાનમંત્રી મોદીના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપી હતી. આ તેમની ભારતની પ્રથમ દ્વિપક્ષીય યાત્રા છે. મુઇઝ્ઝુનો મુંબઇ અને બેંગલુરુની મુલાકાતનો પણ કાર્યક્રમ છે.