મીરા-ભાયંદર : મીરા-ભાયંદર મ્યુનિસિપલ કોર્પોરેશને જાહેર સ્થળોએ નાગરિકોને મફત વાઈ-ફાઈ સુવિધા આપવાનો નિર્ણય લીધો છે. આ માટે વહીવટી તંત્રે વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવાની કામગીરી હાથ ધરી છે.

મીરા-ભાયંદર ઝડપથી વિકાસ કરી રહ્યું છે. જેથી નાગરિકોને પાયાની સુવિધા પુરી પાડવાની સાથોસાથ આધુનિક ચીજવસ્તુઓનું નિર્માણ કરવા વહીવટી તંત્ર પ્રયાસ કરી રહ્યું છે. કમિશ્નરે જાહેર સ્થળોએ ફ્રી વાઈ-ફાઈ સેવા આપવાનો આદેશ આપ્યો છે.

આ માટે મુખ્ય સ્થળોની પસંદગી કરવામાં આવશે. જેમાં મુખ્યત્વે ઉધાન, લાયબ્રેરી, સ્કૂલો , સરકારી કાર્યલયો, મેદાનો અને અન્ય મહત્વના સ્થળોનો સમાવેશ કરવામાં આવશે, એવો દાવો કરવામાં આવ્યો છે. ફ્રી વાઈ-ફાઈની સુવિધા ઉપલબ્ધ કરાવવાથી જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને અભ્યાસ કરવામાં મદદ મળશે.

વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવા માટેની સૂચનાઓ:-

મીરા-ભાયંદરમાં ફ્રી વાઇ-ફાઇ સુવિધા આપવા માટે કન્સલ્ટન્ટ દ્વારા વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. જે મુજબ ટેન્ડર પ્રક્રિયા અમલમાં મુકીને કોન્ટ્રાક્ટર મારફત સુવિધા પુરી પાડવામાં આવશે તેમ વહીવટી તંત્ર દ્વારા જણાવાયું છે.