મુંબઈ: 13 January 2026:
મુંબઈ મહાપાલિકાની આગામી 15 જાન્યુઆરીએ યોજાનારી ચૂંટણીને લઈને શહેરભરમાં ચૂંટણી પ્રચારની મર્યાદા મંગળવારે સાંજે પૂર્ણ થઈ ગઈ છે. હવે મતદારો પોતાના પ્રતિનિધિની પસંદગી માટે મન બનાવી ચૂક્યા છે. આવી સ્થિતિમાં બોરીવલીના મહાપાલિકાના વોર્ડ નંબર 9માં ભાજપના લોકપ્રિય ઉમેદવાર શિવા શેટ્ટીનો વિજય લગભગ નિશ્ચિત માનવામાં આવી રહ્યો છે.

આ વોર્ડમાં કુલ 7 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. ભાજપ તરફથી ઉમેદવાર તરીકે શિવા શેટ્ટી ચૂંટણી લડી રહ્યા છે, જ્યારે તેમની સામે કોંગ્રેસ અને શિવસેના (યુબીટી)ના ઉમેદવારો છે. છેલ્લી મતદાર યાદી મુજબ વોર્ડ 9માં આશરે 49 હજાર મતદારો નોંધાયેલા છે. મરાઠી, ગુજરાતી, મારવાડી, ઉત્તર ભારતીય સહિત વિવિધ સમાજના મતદારોનું અહી પ્રતિનિધિત્વ છે અને મોટાભાગે તમામ વર્ગોમાં શિવા શેટ્ટીની લોકચાહના જોવા મળી રહી છે.
બોરીવલીના વિધાનસભ્ય સંજય ઉપાધ્યાય અંર્તગત મહાપાાલિકાના 7 વોર્ડમાંથી 6 વોર્ડમાં ભાજપના ઉમેદવારો છે, જેમાં 5 મહિલા ઉમેદવારોનો સમાવેશ થાય છે. વોર્ડ 9માં શિવા શેટ્ટી ભાજપના એકમાત્ર ઉમેદવાર છે. જ્યારે એક સહયોગી પક્ષ શિવસેનાના ફાળે ગઇ છે, જેમાં મહિલા ઉમેદવાર છે.

સ્થાનિક મતદારોનો અભિપ્રાય છે કે, શિવા શેટ્ટી “શિવાભાઈ” તરીકે ઓળખાય છે. અડધી રાતે પણ ફોન કરો તો મદદ માટે તૈયાર રહેવું, સામાન્ય નાગરિકોની સમસ્યાઓનું તરત નિરાકરણ લાવવાની તેમની તત્પરતા અને સતત જનસંપર્કને કારણે તેઓ લોકોમાં વિશ્વાસનું પ્રતીક બન્યા છે. આ તમામ પરિબળોને ધ્યાનમાં લેતા વોર્ડ 9માં ભાજપના ઉમેદવાર શિવા શેટ્ટીનો પલડું સ્પષ્ટ રીતે ભારે જોવા મળી રહ્યો છે.