મુંબઈ હાઈકોર્ટના આદેશ બાદ શરદ પવારે મહારાષ્ટ્ર બંધમાં ભાગ નહી લેવા જાહેરાત કરી

મુંબઈ હાઈકોર્ટના આદેશ બાદ શરદ પવારે મહારાષ્ટ્ર બંધમાં ભાગ નહી લેવા જાહેરાત કરી

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એસપી)ના વડા શરદ પવારે શુક્રવારે મુંબઈ હાઈકોર્ટના ચુકાદાને ધ્યાનમાં રાખીને શનિવારના મહારાષ્ટ્ર બંધને પાછું ખેંચવાની અપીલ કરી હતી. વિપક્ષી મહા વિકાસ આઘાડી ગઠબંધન, જેમાં એનસીપી (એસપી) એક સભ્ય છે, શરૂઆતમાં બદલાપુરની એક શાળામાં ચાર વર્ષની બે બાળકીઓ પર થયેલા જાતીય હુમલાના વિરોધમાં અને સરકાર પર ઝડપથી પગલાઓ લેવા દબાણ કરવા માટે રાજ્યવ્યાપી બંધનું આહ્વાન કર્યું હતું.

જો કે, મુંબઈ હાઈકોર્ટે શુક્રવારે દરમિયાનગીરી કરી અને તમામ રાજકીય પક્ષો અને વ્યક્તિઓને બંધમાં સમર્થન કે, ભાગ લેવા પર રોક લગાવી દીધી. ચીફ જસ્ટિસ ડી કે ઉપાધ્યાય અને જસ્ટિસ અમિત બોરકરની ડિવિઝન બેન્ચે કહ્યું કે, મહારાષ્ટ્ર સરકાર બંધને રોકવા માટે તમામ જરૂરી પગલાં લેશે.

બદલાપુરની ઘટનાને પગલે, શનિવારે રાજ્યવ્યાપી જાહેર બંધનું એલાન કરવામાં આવ્યું હતું. આ બાબત પર સરકારનું ધ્યાન દોરવાનો આ એક પ્રયાસ હતો,એમ પવારે સોશ્યલ મિડિયા X પર મરાઠીમાં પોસ્ટ કર્યું હતું.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow