મુંબઈ: મેટ્રો માર્ગ નંબર-9 પર મીરા ગાંવ મેટ્રો સ્ટેશન પાસે રસ્તો ખચડાય ગયો હોવાને કારણે પડેલાં ખાડાને કારણે એક મિક્સર પડતા મિક્સર ચાલકનું મિક્સર નીચે કચડાઈને મોત થયું છે જ્યારે બે ક્લીનર્સ જખમી થયા હતા.

મીરા-ભાયંદરને મુંબઈ શહેર સાથે જોડવા માટે શાસને દહિસરથી ભાયંદર મેટ્રો રૂટ નંબર-9 ને મંજૂરી આપ્યા પછી મેટ્રોનું કામ સપ્ટેમ્બર 9, 2019 ના રોજ શરૂ થયું હતું. આ કામ ત્રણ વર્ષમાં પૂર્ણ કરવાનું હતું  પણ કામ હજુ પૂરું થયું નથી.  બુધવારે રાત્રે લગભગ 11:30 વાગ્યા ની આસપાસ મીરા ગાંવ મેટ્રો સ્ટેશન પાસે રસ્તાના ભંગાણને કારણે મિક્સર લગભગ 20 ફૂટ ઊંડા ખાડામાં પડી ગયું હતું. જેના કારણે તેનો ચાલક નીચે પડ્યો હતો. ચાલકને ગુરુવારે વહેલી સવારે હોસ્પિટલમાં લઈ જતાં સારવાર દરમિયાન મૃત્યુ પામ્યો હતો. જ્યારે અન્ય બે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. 

દરમિયાન મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડે ક્રેનની મદદથી સિમેન્ટ મિક્સર ખાડામાંથી બહાર કાઢ્યું હતું. મીરા ગાંવ મેટ્રો રેલવે સ્ટેશનનું છેલ્લા ત્રણ વર્ષથી કામ ચાલુ છે અને અકસ્માત સ્થળની નજીક એક સ્કૂલ સ્કૂલ અને મસ્જિદ છે. યોગ્ય સુરક્ષા વ્યવસ્થાના અભાવે આ સ્થળે થોડા દિવસો પહેલા 1 રિક્ષા અને 3 ટુ-વ્હીલરનો અકસ્માત થયો હતો.  વિસ્તારના નાગરિકોએ આ અંગે કાશ્મીરા પોલીસ સ્ટેશન અને એમએમઆરડી વિભાગને ફરિયાદ પણ કરી હતી, પરંતુ કોઈ પગલાં લેવાયા ન હોવાનું નાગરિકોએ જણાવ્યું હતું.  આ અકસ્માત બાદ કાશ્મીરા પોલીસ વધુ તપાસ કરી રહી હતી.