મોરબીમાં મચ્છુના પાણીએ સર્જી તબાહી: ગ્રામજનો ત્રણ દિવસથી ભૂખ્યા
મોરબી: ગુજરાતભરમાં મેઘરાજા જોરદાર બેટિંગ કરી રહ્યા છે. જેના કારણે જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી રહી છે.મોરબી જિલ્લાના પાંચ તાલુકામાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે ખેડૂતોના ખેતરમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે અને ખેડૂતોને બહુ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે.પાણીની સતત આવકના કારણે મચ્છુ-2ના દરવાજા ખોલીને મચ્છુ નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. જેથી મચ્છુ નદી પણ બે કાંઠે વહેતી હોય તેવા દૃશ્યો જોવા મળી રહ્યા છે. પાણી છોડવાના કારણે નીચાણવાળા ગામો બેટમાં ફેરવાયા છે. ગામોમાં પાણી ઘૂસી જતા ગ્રામજનોની હાલત કફોડી બની છે.
રાજ્યના હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી મોરબી જિલ્લા માટે પણ કરવામાં આવી હતી. ત્યારે મોરબી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદ વરસી રહ્યો છે અને વધુ વરસાદના કારણે સ્થાનિક જળાશયો પણ ઓવરફ્લો થઈ ગયા હતા. જેથી કરીને મોરબી, માળિયા, ટંકારા, વાંકાનેર અને હળવદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોના ખેતરમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા અને જેના કારણે મગફળી અને કપાસ સહિતના જે પાકોનું વાવેતર ખેડૂતોએ કર્યું છે તેમાં બહુ મોટા પ્રમાણમાં નુકસાની થયેલી છે.
સૌરાષ્ટ્રના મોરબીમાં પણ ભારે વરસાદને પગલે મચ્છુ-2 અને મચ્છુ-3 ડેમમાં વરસાદી પાણીનું પ્રમાણ સતત વધી રહયું છે. પાણીની સતત આવકના કારણે દરવાજા ખોલીને મચ્છુ નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે જેથી મચ્છુ નદી પણ બે કાંઠે વહેતી હોય તેવા દૃશ્યો જોવા મળી રહ્યા છે. પાણી છોડવાના કારણે નીચાણવાળા ગામો બેટમાં ફેરવાયા છે. ગામોમાં પાણી ઘૂસી જતા ગ્રામજનોની હાલત કફોડી બની છે.
વીર વિદરકાના ગ્રામજનોએ વાત કરતા જણાવ્યું હતું કે, “અમારા ગામની છેલ્લા ત્રણ દિવસથી આ જ હાલત છે. વરસાદી પાણીના કારણે ગામ ટાપુમાં ફેરવાઈ ગયું છે. ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. મચ્છુ માંથી પાણી છોડવાના કારણે ખેતરોમાંથી 2200 વિઘા મોલ પાક બળી ગયો છે. જમીન પણ ધોવાઈ ગઈ છે અને જમીનની ફળદ્રુપતાને પણ નુકસાન પહોંચ્યું છે. વર્ષ 2017માં પણ આવી જ પરિસ્થિતિ જોવા મળી હતી.”
મોરબીના આ ગામમાં ત્રણ દિવસથી વીજ-પુરવઠો ન હોવાના કારણે લોકોએ રાંધ્યું પણ નથી અને જમ્યા પણ નથી. પાણીના કારણે ઘરવખરીને પણ નુકસાન પહોંચ્યું છે. ઢોર-ઢાખર પણ રઝળી પડ્યા છે. આ સાથે જ મોટા મોટા ઝેરી જીવજંતુઓ નીકળતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.મચ્છુના પાણીએ એ હદે નુકસાન પહોંચાડ્યું છે કે, ગામના રસ્તા પણ ધોવાઈ ગયા છે અને મોટા મોટા ગાબડાં પડી ગયા છે. ગામમાં જ્યાં જુઓ ત્યાં સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિ જોવા મળી છે
What's Your Reaction?






