વડાપ્રધાનમોદી, પેરિસમાં 29 મેડલ જીતનારા પેરા-એથ્લેટ્સને મળ્યા

નવી દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે, પેરિસ પેરાલિમ્પિક્સ-2024માં ઐતિહાસિક 29 મેડલ જીતીને ભારતને ગૌરવ અપાવનારા પેરા-એથ્લેટ્સને નવી દિલ્હીમાં તેમના નિવાસસ્થાને મળ્યા હતા.
એક કલાકથી વધુ સમય સુધી ચાલેલી બેઠક દરમિયાન વડાપ્રધાન મોદીએ, પેરિસમાં પેરા-એથ્લેટ્સ સાથે વાતચીત કરી અને તેમની સફળતાની ગાથાઓ સાંભળી.
નોંધનીય છે કે, ભારતે ઐતિહાસિક પેરાલિમ્પિક અભિયાનમાં 29 મેડલ (7 ગોલ્ડ, 9 સિલ્વર, 13 બ્રોન્ઝ) જીત્યા હતા, જે 2021માં ટોક્યોમાં જીતેલા 19 મેડલના તેના પહેલાના સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરતા વધુ સારા છે.
પેરિસમાં महिलाओंની 10 મીટર એર રાઈફલ સ્ટેન્ડિંગ એસએચ-1 ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતનાર શૂટર અવની લેખરાએ, વડાપ્રધાન મોદીને હસ્તાક્ષરિત ટી-શર્ટ ભેટમાં આપી હતી. વડાપ્રધાનને આપવામાં આવેલી ટી-શર્ટના પાછળના ભાગમાં લખ્યું હતું, "તમારા સમર્થન બદલ આભાર સર."
વડાપ્રધાન મોદીએ મેડલ વિજેતાના મેડલ પર પણ હસ્તાક્ષર કર્યા.
વડાપ્રધાન મોદીને મળ્યા બાદ તીરંદાજીમાં પેરાલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા હરવિંદર સિંહે કહ્યું કે, "મેં વડાપ્રધાન મોદીને મારું તીર ગિફ્ટ કર્યું, જેનો ઉપયોગ પેરાલિમ્પિકમાં થયો હતો."
મોના અગ્રવાલ, પેરાલિમ્પિક મહિલા 10 મીટર એર રાઈફલ સ્ટેન્ડિંગ એસએચ-1 ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ વિજેતાએ કહ્યું, "અમે વડાપ્રધાન સાથે વ્યક્તિગત રીતે, ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરી. હું હંમેશા વડાપ્રધાન મોદીને રૂબરૂ મળવા માંગતી હતી અને હવે તેમણે મારા બાળકો અને મારા પરિવાર વિશે પૂછ્યું છે. તે વાસ્તવમાં સારું લાગ્યું છે કે દેશના વડાપ્રધાને અમારા પરિવારો વિશે સારી રીતે જાણે છે."
What's Your Reaction?






