વડાપ્રધાન મોદીએ, વાલ્મીકિ જયંતિ પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, આજે વાલ્મીકિ જયંતિ પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે.તેમણે પોતાના એક્સ હેન્ડલ પર લખ્યું હતું કે, તમને બધાને વાલ્મીકી જયંતી પર ખુબ ખુબ શુભકામનાઓ. વડાપ્રધાને પોતાના એક્સ હેન્ડલ પર એક વિડીયો અપલોડ કરીને આ સંદેશ આપ્યો હતો.ઉલ્લેખનીય છે કે, વાલ્મીકિ જયંતિ દર વર્ષે આસો માસની પૂર્ણિમાની તિથિએ ઉજવવામાં આવે છે. આજે વાલ્મીકિ જયંતિ નિમિત્તે, દેશભરમાં વિવિધ સ્થળોએ ઝાંખીઓ કાઢવામાં આવી રહી છે.
What's Your Reaction?






