સુરતમાં ફૂટપાથ પર 'પે એન્ડ પાર્ક' માટે પાલિકાએ આપ્યો કોન્ટ્રાક્ટ, મોટા કૌભાંડની આશંકા

સુરતમાં ફૂટપાથ પર 'પે એન્ડ પાર્ક' માટે પાલિકાએ આપ્યો કોન્ટ્રાક્ટ, મોટા કૌભાંડની આશંકા

સુરત: સુરત મહાનગરપાલિકાની ગંભીર બેદરકારીને કારણે શહેરમાં કેટલાક કોન્ટ્રાક્ટર બેફામ બન્યા છે. ખાસ કરીને ઉધના દરવાજા નજીક આવેલા મોલની બહાર ફૂટપાથ પર પાલિકાનું 'પે એન્ડ પાર્ક' બોર્ડ લગાવવામાં આવ્યું છે. અહીં લોકો પાસેથી પાર્કિંગ રસીદ લઇને ફૂટપાથ પર વાહન પાર્ક કરાવવામાં આવી રહ્યું છે, જેના કારણે નાગરિકોમાં ભારે અસંતોષ જોવા મળે છે.

પાલિકાએ લાખો રૂપિયાનો ખર્ચ કરીને ફૂટપાથ બનાવી નાગરિકોને સુરક્ષા આપવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ હવે એ જ ફૂટપાથ પર પાર્કિંગ માટે ચાર્જ વસૂલવામાં આવી રહ્યા છે. લોકોને સવાલ થાય છે કે શું પાલિકા આ બાબતથી અજાણ છે કે પછી કશુંક જાણીને આંખ આડા કાન કરી રહી છે?

આ મામલે જો યોગ્ય તપાસ કરવામાં આવે તો મોટા કૌભાંડનો પર્દાફાશ થઈ શકે છે. એવું લાગે છે કે કોન્ટ્રાક્ટ આપવામાં આવેલી જગ્યાઓ સિવાય પણ ગેરકાયદે પાર્કિંગ ચાર્જ વસૂલવામાં આવી રહ્યા છે. ઉધના દરવાજા પાસપોર્ટ ઓફિસ સામે આવેલા મોલની બહાર ફૂટપાથ પર પણ 'પે એન્ડ પાર્ક'ના બોર્ડ લગાવવામાં આવ્યા છે, જે કાનૂની રીતે પ્રશ્નાર્થ છે.

લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલ ફૂટપાથ પર પાર્કિંગ માટે બોર્ડ લગાવવું એક પ્રશ્નાર્થ મુદ્દો છે. જ્યારે પાલિકાએ ફૂટપાથ પર પાર્કિંગની મંજૂરી આપી ન હોય, ત્યારે બોર્ડ કેમ લગાવ્યા? અને જો મંજૂરી ન આપી હોય તો પાલિકા એ બોર્ડ કાઢવામાં કેમ વિલંબ કર્યો?

નાગરિકો કહે છે કે પાલિકાની આ નબળી કામગીરીના કારણે હવે લોકોને ફૂટપાથ પર ચાલવા બદલે રોડ પર જવું પડે છે. આ મામલે તપાસ કરવામાં આવે તો મોટા કૌભાંડનો પર્દાફાશ થઈ શકે છે, એવી શક્યતા નકારી શકાય નહીં.

પ્રશ્નો ઉઠે છે:

  • પાલિકા ફૂટપાથ પર પાર્કિંગ કેવી રીતે મંજૂર કરી શકે?

  • બોર્ડ લગાવનાર કોન્ટ્રાક્ટર સામે પગલાં કેમ લેવામાં આવ્યા નથી?

  • શું આ પાછળ કશુંક કૌભાંડ ચાલી રહ્યું છે?

આ મામલે પાલિકા અધિકારીઓએ હજુ સુધી કોઈ સ્પષ્ટ પ્રતિસાદ આપ્યો નથી. નાગરિકો પણ માંગ કરી રહ્યા છે કે આ મામલે ઝડપી કાર્યવાહી કરવામાં આવે.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow