સોમનાથ : સનાતન ધર્મમાં સૌભાગ્યની દાયિની દિવાળીના પર્વ પર માતા લક્ષ્મીની પૂજા કરીને એમના આશીર્વાદ સાથે નવા વર્ષની શરૂઆત કરવામાં આવે છે. રિદ્ધિસિદ્ધીના દાતા શ્રી ગણેશ અને માતા લક્ષ્મીના આશીર્વાદ સાથે નવા રોજમેળનું પૂજન કરી અને વેપારીઓ અને પરિવારો નવા વર્ષના આર્થિક વ્યવહારોની શરૂઆત કરતા હોય છે.
આ જ પરંપરાને લોકો માટે સુલભ અને સુખદાયી બનાવના માટે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા દેશના યશસ્વી પ્રધાનમંત્રીઅને સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્ર મોદીના ડિજિટલ ભારતના વિઝનને અનુસરીને, દેશભરના ભક્તોને ઓનલાઈન માધ્યમથી સોમનાથ મંદિર ખાતે લક્ષ્મી પૂજન માટે જોડવા માટે વિશેષ ઉપક્રમ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં દિવાળીના દિવસે 31 ઓકટોબર અને ગુરુવાર ના રોજ સાંજે 5:45 થી 7:00 વાગ્યા સુધી શ્રી સોમનાથ મંદિરમાં દેશભરમાં વસતા ભક્તોના લાભ માટે લક્ષ્મી પૂજનનો વિશેષ કાર્યક્રમ યોજવામાં આવનાર છે.
લક્ષ્મીપૂજનમાં ભક્તો પ્રત્યક્ષ આવીને તેમજ ઓનલાઇન માધ્યમથી પણ પૂજા કાર્યમાં જોડાઈ શકશે. ઓનલાઈન પૂજન નોંધાવનાર ભક્તોને પૂજા કરેલ રોજમેળ, શ્રીયંત્ર, બોલપેન, સોમનાથ મહાદેવના નમન અને ભસ્મ,રુદ્રાક્ષ પ્રસાદ તરીકે એમના નોંધાવેલ એડ્રેસ પર મળે તેવી ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે.
આ પૂજા નોંધાવવાથી લઈને પૂજા કરેલ રોજમેળ, શ્રી યંત્ર, અને નમન ભસ્મ પ્રસાદ ઘર સુધી મેળવવા માટે માત્ર 1500₹ ની નજીવી ન્યોછાવર રાશી રાખવામાં આવી છે. ભક્તો આ પૂજા ટ્રસ્ટની ઓફિશ્યલ વેબસાઈટ somnath.org પરથી, મંદિરના પૂજાવિધિ કાઉન્ટર પરથી, અથવા આપેલ QR કોડ દ્વારા નોંધાવી શકશે.
દેશભરના ભક્તો, જેમણે સોમનાથ વર્ચ્યુઅલ લક્ષ્મી પૂજન નોંધાવ્યું છે, તેઓને ઓનલાઇન મીટિંગ દ્વારા આ પૂજામાં જોડવામાં આવશે. સોમનાથમાં પ્રત્યક્ષ લક્ષ્મી પૂજન તેમજ વર્ચ્યુઅલ પૂજા ગૃહમાં મર્યાદિત સ્લોટ્સ હોવાથી, એડવાન્સ રજીસ્ટ્રેશન અપેક્ષિત છે.તો ચાલો આ દિવાળીએ શાંતિના દાતા શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં લક્ષ્મી પૂજન કરીને આપણા વ્યવસાયિક વિકાસના આશીર્વાદ અને સ્વસ્થ નિરોગી સૌભાગ્યની વર્ષા મેળવીએ.
સોમનાથ દિવાળી પર સોમનાથમાં ભક્તો કરી શકશે વર્ચ્યુઅલ લક્ષ્મી પૂજન: ડિજિટલ ભારત સાથે જોડાયેલો અનોખો ઉપક્રમ
મુંબઇ ગ્રેન ડીલર્સ એસોસિએશને જીએસટી સુધારા માટે અપ...
મુંબઈ, 24 ઓગસ્ટ: મુંબઇ ગ્રેન ડીલર્સ એસોસિએશને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી, માનનીય નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણ અને માનનીય ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રી શ્રી પીય...
અમદાવાદમાં બનતો ઇતિહાસિક સબરમતી પુલ: બુલેટ ટ્રેન પ...
અમદાવાદ: દેશની પહેલી બુલેટ ટ્રેન માટેના મલ્ટી-મોડલ કોરીડોરના ભાગરૂપે, અમદાવાદ ખાતે સબરમતી નદી પર એક આધુનિક પુલનું નિર્માણ કરવામાં આવી રહ્ય...
વડોદરામાં પાણી કટોકટીની જાહેરાત: હવે 5 ઓગસ્ટે અડધા...
વડોદરા : વડોદરા મહાનગરપાલિકા હસ્તકના મહીસાગર નદીના રાયકા દોડકા ખાતે પાણીના સ્રોત સાથે લાઇન જોડવાનું કામ અગાઉ તા. 30 જુલાઈએ નક્કી કરવામાં આ...
અમદાવાદ : સાબરમતી નદીના કાંઠા માટે પૂરનું એલર્ટ: વ...
અમદાવાદ, 29 જુલાઇ 2025: ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે સાબરમતી ન...
મુંબઈ મહાપાલિકાના વોર્ડ 9માં ભાજપના શિવા શેટ્ટીનું...
મુંબઈ: 13 January 2026:મુંબઈ મહાપાલિકાની આગામી 15 જાન્યુઆરીએ યોજાનારી ચૂંટણીને લઈને શહેરભરમાં ચૂંટણી પ્રચારની મર્યાદા મંગળવારે સ...
ચારકોપમાં 5 ઉમેદવાર છતાં ભાજપ અને ઠાકરે સેનાના ઉમે...
મુંબઈ 12012026: મુંબઈ મહાપાલિકાની 15 જાન્યુઆરીએ યોજાનારી ચૂંટણીને લઈને ચારકોપના વોર્...
મહાપાલિકાના મલાડના વોર્ડ-47માં ત્રિપાંખિયો જંગ : ...
મુંબઈ 12012026 :મુંબઈ મહાપાલિકાના મલાડના વોર્ડ નંબર 47માં નવ ઉમેદવારો ચૂ઼ટણી જંગમાં છે, પરંતુ અહીં ત્રિપાંખિયા જંગમાં કોંગ્રેસ, ભાજપ અને શિવસેના યુ...
More Local News To You
Make every story matter—get news that resonates with you through your ABC Account.
હરિયાણા અને જમ્મુ-કાશ્મીરમાં કડક સુરક્ષાના મધ્યમાં મતગણના શરૂ
નવી દિલ્હી : હરિયાણા અને કેન્દ્રશાસિત રાજ્ય જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂં...
BRICS સમિટમાં ટક્કર: મોદી અને શી તણાવ ઘટાડવા માટે મળશે
નવી દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચાઇનીઝ રાષ્ટ્રપતિ શી જિનપિ...
વડોદરામાં ટ્યુશન ક્લાસના શિક્ષકે 11 વર્ષની બાળકી સાથે શારીરિક અડપલા કર્યા, પોલીસમાં ફરિયાદ
વડોદરા : વડોદરાના તરસાલી વિસ્તારમાં એક ...
ઈરાન-ઈઝરાયેલ યુદ્ધના કારણે ભારત પર આર્થિક અસર, ખાદ્ય તેલ અને હવાઈ ભાડાં વધ્યાં
નવી દિલ્હી 21 જૂન 2025
Stay Connected
મુંબઈ મહાપાલિકાના વોર્ડ 9માં ભાજપના શિવા શેટ્ટીનું પલડું ભારે : કોઈ પણ સમયે કામ કરવા માટે જાણીતા શિવાભાઇ સ્થાનિક મતદારોમાં લોકપ્રિય
મુંબઈ: 13 January 2026:મુંબઈ મહાપાલિકાની આગામી 15 જાન્યુઆરીએ યોજાનારી ચૂંટણીને...
ચારકોપમાં 5 ઉમેદવાર છતાં ભાજપ અને ઠાકરે સેનાના ઉમેદવારની ટક્કર ચારકોપ વોર્ડ નં. 30માં ચૂંટણીનો રંગ ચઢ્યો
મુંબઈ 12012026: મુંબઈ મહાપાલિકાની ...
મહાપાલિકાના મલાડના વોર્ડ-47માં ત્રિપાંખિયો જંગ : કોંગ્રેસના ઉમેદવારને ઠેર ઠેરથી આવકાર
મુંબઈ 12012026 :મુંબઈ મહાપાલિકાના મલાડના વોર્ડ નંબર 47માં નવ ઉમેદવારો ચૂ઼ટણી જંગમાં છે, પરંતુ અહી...
Previous
Article