હરવિંદર સિંહે ઈતિહાસ રચ્યો, તીરંદાજીમાં પેરાલિમ્પિકમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો

નવી દિલ્હી:પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં ભારતનું શાનદાર પ્રદર્શન ચાલુ છે. તીરંદાજ હરવિન્દર સિંહે, બુધવારે પેરિસ પેરાલિમ્પિક્સમાં પુરુષોની રિકર્વની ફાઇનલમાં ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો હતો. આ સાથે હવે પેરિસ પેરાલિમ્પિકમાં ભારતના 22 મેડલ થઈ ગયા છે. જેમાં ચાર ગોલ્ડ, આઠ સિલ્વર અને 10 બ્રોન્ઝનો સમાવેશ થાય છે. હવે ભારત પેરાલિમ્પિક્સના મેડલ ટેબલમાં 15માં સ્થાને પહોંચી ગયું છે.
હરવિન્દરે, ફાઇનલમાં પોલેન્ડના લુકાઝ સિઝેકને 6-0થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. તીરંદાજીમાં ભારતનો આ પહેલો પેરાલિમ્પિક ગોલ્ડ મેડલ છે. પેરાલિમ્પિક્સમાં હરવિંદર સિંહનો આ બીજો મેડલ છે. આ પહેલા તેણે 2020 પેરાલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. પેરિસ ઓલિમ્પિક અને પેરાલિમ્પિક્સમાં તીરંદાજીમાં ભારતનો આ પહેલો મેડલ પણ છે. અત્યાર સુધી, તીરંદાજી સિવાય, ભારતે પેરાલિમ્પિક્સમાં શૂટિંગ, એથ્લેટિક્સ અને બેડમિન્ટનમાં ગોલ્ડ મેડલ જીત્યા છે.
હરવિંદર સિંહનું શાનદાર પ્રદર્શન ગોલ્ડ મેડલ મેચમાં જોવા મળ્યું હતું, જેમાં તેણે 28-24ના સ્કોરથી પહેલો સેટ જીત્યો હતો અને 2 મહત્વપૂર્ણ પોઈન્ટ મેળવ્યા હતા. આ પછી, બીજા સેટમાં, હરવિંદરે ફરીથી 28 રન બનાવ્યા, જ્યારે પોલેન્ડનો પેરા એથ્લેટ ફક્ત 27 જ સ્કોર કરી શક્યો. આ સેટ પણ એક પોઈન્ટના માર્જીનથી હરવિન્દર પાસે ગયો. ત્યારબાદ ત્રીજા સેટમાં હરવિન્દરે 29-25ના માર્જીનથી જીત મેળવી, 2 પોઈન્ટ એકત્રિત કર્યા અને તેને 6-0થી હરાવીને ગોલ્ડ મેડલ જીતવામાં સફળતા મેળવી.
આ પહેલા સેમિફાઇનલ મેચમાં હરવિન્દરે, ઈરાનના પેરા એથ્લેટ સામે 1-3થી પાછળ રહ્યા બાદ શાનદાર વાપસી કરી હતી અને 7-3થી જીત મેળવી હતી અને ગોલ્ડ મેડલ મેચ માટે પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું.
What's Your Reaction?






