19 વર્ષની પુત્રીના શરીરે હાથ ફેરવી કપડાં ઉતારવા કોશિષ કરી સગા પિતાને પોલીસે કરી ધરપકડ

સુરત : સુરતના કાપોદ્રા વિસ્તારમાં રહેતા કાપડ વેપારીએ બિમાર પત્નીની ગેરહાજરીમાં છેલ્લા 15 દિવસમાં ત્રણ વખત 19 વર્ષની સગી દીકરીના શરીરે હાથ ફેરવી કપડાં ઉતારવાની કોશિષ કરી અડપલાં કરતા આખરે યુવતીએ વતન સારવાર માટે ગયેલી માતાને જાણ કરી હતી.વતનથી સુરત આવેલી માતાએ આ અંગે કાપોદ્રા પોલીસ મથકમાં પતિ વિરુદ્ધ છેડતીની ફરિયાદ નોંધાવતા પોલીસે પતિની ધરપકડ કરી છે.
સૌરાષ્ટ્રના વતની અને સુરતમાં 40 વર્ષીય પત્ની, 19 અને 9 વર્ષની બે દીકરી સાથે કાપોદ્રા વિસ્તારમાં રહેતા 40 વર્ષીય સીતારામ કાપડ વેપારી છે.સીતારામભાઈના પત્ની આંખ આંઉં તાવની તકલીફ હોય તે ગત 29 ઓક્ટોબરના રોજ નાની દીકરીને લઈ સારવાર માટે પિયર સૌરાષ્ટ્ર ગયા હતા.જયારે તેમની મોટી દીકરી અહીં પિતા સાથે રોકાઈ હતી.દરમિયાન, ગત પહેલીના રોજ દીકરીએ તેના મામાને ફોન કરી માતાને જાણ કરી હતી કે તેમના ગયા બાદ તે તેના રૂમમાં સૂતી હતી ત્યારે મળસ્કે ચાર વાગ્યે પિતા રૂમમાં આવીને તેની પાસે સુઈ ગયા હતા.બાદમાં તેની છાતી ઉપર હાથ ફેરવી પાયજામો ઉતારી આખા શરીરે હાથ ફેરવતા દીકરી તેમને રોક્યા હતા.તે સમયે સીતારામભાઈએ પોતે ઊંઘમાં છે તેવું કહ્યું હતું.
જોકે, પત્નીની ગેરહાજરીમાં છેલ્લા 15 દિવસમાં આવી કરતૂત ત્રણ વખત કરી હોય ગત આઠમીના રોજ પત્ની પિયરથી સુરત પરત આવ્યા હતા.જોકે, તેમની તબિયત બરાબર ન હોય સ્મીમેર હોસ્પિટલમાં સારવાર કરાવ્યા બાદ આખરે ગતરોજ તેમણે પતિ વિરુદ્ધ કાપોદ્રા પોલીસ મથકમાં છેડતીની ફરિયાદ નોંધાવતા પોલીસે સીતારામભાઈની ધરપકડ કરી હતી.પોલીસ તપાસમાં વધુમાં જાણવા મળ્યું હતું કે માતા-પિતાના વિખવાદને પગલે મામાને ત્યાં ઉછરેલી યુવતી દોઢ વર્ષથી જ તેમની સાથે રહે છે.વધુ તપાસ પીએસઆઈ ડી.એ.રાઠોડ કરી રહ્યા છે.
What's Your Reaction?






