વડોદરામાં મોડી રાત્રે વરસાદ વરસતા શહેરની અનેક સોસાયટીઓમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ

વડોદરામાં મોડી રાત્રે વરસાદ વરસતા શહેરની અનેક સોસાયટીઓમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ

વડોદરા:વડોદરામાં મોડી રાત્રે વરસાદ વરસતા શહેરની અનેક સોસાયટીઓમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી,આદિત્ય ઓર્બિટ સહિતની સોસાયટીઓમાં પાણી ભરાતા સ્થાનિકોને હેરાન થવાનો વારો આવ્યો છે.રાત્રીના બે કલાકમાં ભારે વરસાદ વરસતા પાણી ભરાઈ ગયા છે.સ્થાનિકોનું કહેવું છે કે,કોર્પોરેટો અને સત્તાધીશો પાઈપલાઈનનું કામ કરતા નથી જેના કારણે પાણી ભરાવાની સમસ્યા રહે છે.સમસ્યાનું કાયમી નિરાકરણ થાય તેવી સ્થાનિકોની માંગ છે.

સ્થાનિકોનું કહેવું છે કે વર્ષોથી આ સોસાયટીમાં પાણી ભરાય છે,ચોમાસામાં તો ઘણીવાર એવી સ્થિતિનું સર્જન થાય છે કે વરસાદના પાણી સાથે ગટરના પાણી ઘરમાં ઘુસી જાય છે.તો સ્થાનિકો પાણી ભરાવાની સમસ્યાથી કંટાળી ગયા છે,વાહનચાલકોને પાણી ભરાયેલા વિસ્તારમાંથી પસાર થવાનો વારો આવતા તેમના વાહનો પણ પાણીમાં બંધ થઈ જવાની સમસ્યા સર્જાઈ છે,ત્યારે કોર્પોરેશન અને ધારાસભ્ય આ સ્થાનિકોની સમસ્યાનું નિરાકરણ લાવે તે જરૂરી છે.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow