વડોદરામાં ડેન્ગ્યુથી મચ્યો હાહાકાર, 24 કલાકમાં 58 શંકાસ્પદ કેસ નોંધાયા

વડોદરા:વડોદરામાં ડેન્ગ્યુના કેસ વધતા લોકો ચિંતામાં મૂકાયા છે.એક જ દિવસમાં ડેન્ગ્યુના શંકાસ્પદ 58 કેસ નોંધાયા છે જેમાંથી 6 દર્દીઓ ડેન્ગ્યુ પોઝિટિવ નોંધાયા છે.શંકાસ્પદ મેલેરિયાના 71 કેસ અને ઝાડા ઉલટીના 71 કેસ નોંધાયા છે.તંત્ર દ્રારા અલગ-અલગ વિસ્તારોમાં ફોગીંગ અને દવાનો છંટકાવ કરવામાં આવે તે જરૂરી બન્યું છે.
વડોદરામાં રોગચાળાએ માથુ ઉંચકયુ છે,સ્થાનિકોનું કહેવું છે કે ઘરે ઘરે માંદગીના ખાટલા જોવા મળ્યા છે સાથે સાથે લોકોને તાવ આવે છે અને ઘણીવાર પીવાનું પાણી પણ દૂષિત આવે છે જેના કારણે લોકોને તકલીફ પડી રહી છે.સરકારી હોસ્પિટલમાં પણ દર્દીઓની લાઈન જોવા મળે છે સામાન્ય દિવસો કરતા અત્યારે દર્દીઓની લાઈન બમણી જોવા મળે છે,ફકત વડોદરા શહેર જ નહી પરંતુ આસપાસના ગામડાઓમાં પણ ડેન્ગ્યુના કેસોમાં વધારો થયો છે.
What's Your Reaction?






