ઉત્તરાખંડ અલ્મોડા બસ દુર્ઘટનામાં, અત્યાર સુધીમાં 36ના મોત, 24 ઘાયલ

દેહરાદૂન : ઉત્તરાખંડના અલ્મોડા જિલ્લાના સલ્ટ તાલુકા વિસ્તાર હેઠળ કુપી મોટર રોડ પર રામનગર પાસે, સોમવારે સવારે થયેલા બસ અકસ્માતમાં મૃતકોની સંખ્યા 36 પર પહોંચી ગઈ છે જ્યારે 24 મુસાફરો ઘાયલ થયા છે. ચાર મુસાફરોની હાલત નાજુક હોવાનું કહેવાય છે. બસમાં કુલ 60 મુસાફરો સવાર હોવાનું કહેવાય છે. તમામની સારવાર ચાલી રહી છે.
કુમાઉ ડિવિઝનના કમિશ્નર દીપક રાવતે જણાવ્યું કે, બસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 36 મુસાફરોના મોત થયા છે. ઘાયલોની સારવાર ચાલી રહી છે. રાહત અને બચાવ કાર્ય સતત ચાલુ છે. ચાર ગંભીર રીતે ઘાયલ છે. ત્રણ ઘાયલોને હેલી એમ્બ્યુલન્સ દ્વારા એઈમ્સમાં મોકલવામાં આવ્યા છે. એઈમ્સમાંથી ડોક્ટરોની એક ટીમને રામનગર બોલાવવામાં આવી છે, જે સ્થળ પર તાત્કાલિક તબીબી સંભાળ પૂરી પાડશે. પોલીસ, એસડીઆરએફ અને અન્ય ટીમ બચાવ કાર્યમાં લાગેલી છે.
બસમાં 60 મુસાફરો હોવાનું કહેવાય છે. આ અકસ્માતમાં 36 મુસાફરોના મોત થયા છે. જ્યારે 24 મુસાફરો ઘાયલ થયા છે. જેમાંથી ત્રણ ગંભીર રીતે ઘાયલ મુસાફરોને સારી સારવાર માટે ઉચ્ચ કેન્દ્રમાં રીફર કરવામાં આવ્યા છે, જ્યારે પાંચ ઘાયલોને દેવાલય માં દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે 16 ઘાયલ મુસાફરોની રામનગરમાં સારવાર ચાલી રહી છે.
What's Your Reaction?






