એમસીએક્સ પર સોનું (1 કિ.ગ્રા.)ના ઓપ્શન્સમાં મન્થલી એક્સપાયરી કોન્ટ્રાક્ટનો સોમવારથી પ્રારંભ

એમસીએક્સ પર સોનું (1 કિ.ગ્રા.)ના ઓપ્શન્સમાં મન્થલી એક્સપાયરી કોન્ટ્રાક્ટનો સોમવારથી પ્રારંભ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.69815.53 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.11686.82 કરોડનાં કામકાજ થયાં હતાં, જ્યારે કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.58126.61 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ નવેમ્બર વાયદો 19160 પોઈન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.912.7 કરોડનું થયું હતું.

દરમિયાન, એમસીએક્સ પર સોનું (1 કિ.ગ્રા.)ના ઓપ્શન્સમાં મન્થલી એક્સપાયરી કોન્ટ્રાક્ટ્સનો 11 નવેમ્બરને સોમવારથી પ્રારંભ થઈ રહ્યો છે, જેના લીધે ટ્રેડરો હવે ટૂંકાગાળાની એક્સપાયરીવાળા કોન્ટ્રેક્ટ્સનો લાભ ઉઠાવી શકશે અને ટ્રેડરો માટે હેજિંગ માટેની તકો વધશે.

કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 7289.77 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.77380ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.77434 અને નીચામાં રૂ.77025ના સ્તરને સ્પર્શી, રૂ.77411ના આગલા બંધ સામે રૂ.79 ઘટી રૂ.77332ના ભાવ થયા હતા. સામે ગોલ્ડ-ગિની નવેમ્બર વાયદો 8 ગ્રામદીઠ રૂ.44 વધી રૂ.62800ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે ગોલ્ડ-પેટલ નવેમ્બર વાયદો 1 ગ્રામદીઠ રૂ.4 વધી રૂ.7766ના સ્તરે પહોંચ્યો હતો. સોનું-મિની ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.86 ઘટી રૂ.77300ના ભાવ થયા હતા.

ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો કિલોદીઠ રૂ.92224ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.92370 અને નીચામાં રૂ.91143ના સ્તરને સ્પર્શી, રૂ.92313ના આગલા બંધ સામે રૂ.608 ઘટી રૂ.91705ના ભાવ થયા હતા. સામે કિલોદીઠ ચાંદી-મિની નવેમ્બર વાયદો રૂ.539 ઘટી રૂ.91565ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે ચાંદી-માઈક્રો નવેમ્બર વાયદો રૂ.518 ઘટી રૂ.91586ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

બિનલોહ ધાતુઓમાં રૂ. 2946.62 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબુ નવેમ્બર વાયદો રૂ.11.45 ઘટી રૂ.838.45ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે જસત નવેમ્બર વાયદો રૂ.4.9 ઘટી રૂ.280.05ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સામે એલ્યુમિનિયમ નવેમ્બર વાયદો રૂ.4.85 ઘટી રૂ.242.05ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે સીસું નવેમ્બર વાયદો 15 પૈસા વધી રૂ.181.9ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

એનર્જી સેગમેન્ટમાં રૂ. 1444.21 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ક્રૂડ તેલ નવેમ્બર વાયદો બેરલદીઠ રૂ.6070ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.6081 અને નીચામાં રૂ.5995ના સ્તરને સ્પર્શી, રૂ.6129ના આગલા બંધ સામે રૂ.85 ઘટી રૂ.6044ના ભાવે બોલાયો હતો. જ્યારે ક્રૂડ તેલ-મિની નવેમ્બર વાયદો રૂ.78 ઘટી રૂ.6046ના સ્તરે પહોંચ્યો હતો. સામે નેચરલ ગેસ નવેમ્બર વાયદો એમએમબીટીયૂદીઠ રૂ.4 વધી રૂ.230.6ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ-મિની નવેમ્બર વાયદો રૂ.4 વધી રૂ.230.7ના ભાવે બોલાયો હતો.

કૃષિચીજોમાં મેન્થા તેલ નવેમ્બર વાયદો કિલોદીઠ રૂ.914ના ભાવે ખૂલી, 10 પૈસા વધી રૂ.910.1ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. કોટન ખાંડી જાન્યુઆરી વાયદો ખાંડીદીઠ રૂ.50 ઘટી રૂ.56900ના ભાવ થયા હતા.

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ. 3610.45 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ. 3679.32 કરોડના વેપાર થયા હતા. તાંબાના વાયદાઓમાં રૂ. 1706.34 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ. 468.00 કરોડ, સીસુ અને સીસુ-મિનીના વાયદાઓમાં રૂ. 24.73 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ. 747.55 કરોડનાં કામકાજ થયાં હતાં.

ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ. 633.90 કરોડનાં વેપાર થયા હતા. જ્યારે નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ. 810.31 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદાઓમાં રૂ. 5.12 કરોડનાં કામ થયાં હતાં.

ઓપન ઈન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 15321 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 23874 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 6760 લોટ અને ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 85854 લોટના સ્તરે હતો. જ્યારે ચાંદીના વાયદાઓમાં 29542 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 46689 લોટ અને ચાંદી-માઈક્રો વાયદાઓમાં 157295 લોટના સ્તરે રહ્યો હતો. ક્રૂડ તેલના વાયદાઓમાં 14288 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 25838 લોટના સ્તરે રહ્યો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ નવેમ્બર વાયદો 19176 પોઈન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 19195 પોઈન્ટના સ્તર અને નીચામાં 19101 પોઈન્ટના સ્તરને સ્પર્શી, 37 પોઈન્ટ ઘટી 19160 પોઈન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.

કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ નવેમ્બર રૂ.6000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.54.8 ઘટી રૂ.151.1ના ભાવ થયા હતા. જ્યારે નેચરલ ગેસ નવેમ્બર રૂ.230ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.1.4 વધી રૂ.11.3ના ભાવે બોલાયો હતો.

સોનું નવેમ્બર રૂ.78000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.60 ઘટી રૂ.584.5ના ભાવ થયા હતા. સામે ચાંદી નવેમ્બર રૂ.95000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.266.5 ઘટી રૂ.909.5ના ભાવ થયા હતા. તાંબુ નવેમ્બર રૂ.850ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.6.18 ઘટી રૂ.8.82ના ભાવે બોલાયો હતો. જસત નવેમ્બર રૂ.285ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.2.35 ઘટી રૂ.3.66ના ભાવે બોલાયો હતો.

મિની કોલ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની નવેમ્બર રૂ.6000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.52.25 ઘટી રૂ.152.8ના ભાવ થયા હતા. સામે નેચરલ ગેસ-મિની નવેમ્બર રૂ.230ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.1.45 વધી રૂ.11.45ના ભાવે બોલાયો હતો. જ્યારે સોનું-મિની નવેમ્બર રૂ.78000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.38 ઘટી રૂ.581ના ભાવ થયા હતા. સામે ચાંદી-મિની નવેમ્બર રૂ.92000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.350 ઘટી રૂ.1596ના ભાવ થયા હતા.

પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ નવેમ્બર રૂ.6000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.26.8 વધી રૂ.109ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ નવેમ્બર રૂ.230ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.2.05 ઘટી રૂ.11.25ના ભાવે બોલાયો હતો.

સોનું નવેમ્બર રૂ.76000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.18 ઘટી રૂ.340ના ભાવ થયા હતા. સામે ચાંદી નવેમ્બર રૂ.90000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.121.5 વધી રૂ.1222ના ભાવ થયા હતા. તાંબુ નવેમ્બર રૂ.840ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.3.78 વધી રૂ.14.3ના ભાવે બોલાયો હતો. જસત નવેમ્બર રૂ.280ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.1.94 વધી રૂ.5.84ના ભાવ થયા હતા.

મિની પુટ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની નવેમ્બર રૂ.6000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.26.5 વધી રૂ.110.75ના ભાવે બોલાયો હતો. સામે નેચરલ ગેસ-મિની નવેમ્બર રૂ.230ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.1.85 ઘટી રૂ.11.35ના ભાવ થયા હતા. જ્યારે સોનું-મિની નવેમ્બર રૂ.77000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ 50 પૈસા વધી રૂ.710ના ભાવ થયા હતા. સામે ચાંદી-મિની નવેમ્બર રૂ.91000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.75 વધી રૂ.1453.5ના ભાવે બોલાયો હતો.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow