કચ્છમાં પોલીસ કાર્યવાહી: ગુના ધરાવતા હિસ્ટ્રીશીટરોના દબાણ પર બુલડોઝર ફરવાયું

અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં પ્રભાવ ધરાવનારાં તત્વો દ્વારા વાહનો અને દુકાનોમાં તોડફોડની ઘટના સામે આવતાં ડીજીપીએ ગંભીર નોંધ લીધી હતી. 100 કલાકની અંદર રાજ્યના તમામ પોલીસ સ્ટેશનોની હદમાં સક્રિય ગેંગ્સની યાદી તૈયાર કરવાની આદેશ આપવામાં આવી હતી. ડીજીપીના આદેશ પછી, કચ્છમાં હિસ્ટ્રીશીટરો વિરૂદ્ધ કડક કાર્યવાહી શરૂ થઈ છે અને દબાણ પર બુલડોઝર ફરવવામાં આવી રહ્યા છે.
ડીજીપીના આદેશ મુજબ, કચ્છમાં હિસ્ટ્રીશીટરો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ખાસ કરીને શિકારપુરમાં અનેક ગુનામાં સામેલ આરોપી હાજી આમદના ગેરકાયદે બાંધકામ અને મકાનો પર બુલડોઝર ફરી વળ્યા છે. બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોઠારિયા અને પૂર્વ કચ્છ એસપી સાગર બાગમારએ જીલ્લામાંના અસામાજિક તત્ત્વો અને ગુનાહિત ઈતિહાસ ધરાવનારાઓ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરી છે. આ ગેંગ પર ગુજસીટોક (GUJCOK) હેઠળ કાર્યવાહી થશે.
વસ્ત્રાલની ઘટના બાદ, રાજ્ય પોલીસ વડા વિકાસ સહાએ શનિવારે ઉચ્ચ અધિકારીઓ સાથે વિડિયો કોન્ફરન્સ કરી અને અસામાજિક તત્ત્વો પર કડક કાર્યવાહી માટે 100 કલાકમાં તેમના નામોની યાદી તૈયાર કરવા માટે સૂચના આપી હતી. આ પગલાંના અનુસંધાનમાં, અમદાવાદ ક્રાઈમ બ્રાંચ અને અન્ય ઉચ્ચ અધિકારીઓએ તાકીદની બેઠક યોજી અને અમદાવાદમાં સક્રિય ગેંગ્સ અને અસામાજિક તત્ત્વોની યાદી તૈયાર કરવાનો પ્રારંભ કર્યો.
What's Your Reaction?






