કાપોદ્રામાં સગીર છોકરાની ક્રૂર હત્યા: ડ્રગ્સ માટે પૈસાનો ઇનકાર કરવા બદલ છરીના ઘા મારીને હત્યા, મહિલાઓએ વિરોધમાં પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો

કાપોદ્રામાં સગીર છોકરાની ક્રૂર હત્યા: ડ્રગ્સ માટે પૈસાનો ઇનકાર કરવા બદલ છરીના ઘા મારીને હત્યા, મહિલાઓએ વિરોધમાં પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો

સુરત : સુરત શહેરમાં નશાખોરી અને અસામાજિક તત્વોના આતંકની વધુ એક હદ પસાર થઈ ગઈ છે. કાપોદ્રા વિસ્તારમાં 17 વર્ષીય સગીર યુવક પરેશ વાઘેલા પર નશાની રકમ માટે ઇનકાર કરતાં ચપ્પાની ક્રૂરતા ઘા ઝીંકી નિર્દયતાપૂર્વક હત્યા કરાઈ છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં રોષની લાગણી ફેલાવી છે.

પરેશ પોતાનાં ઘર તરફ ફળિયા ખાટી હોવા છતાં, આક્રોશિત નશાખોરે તેની સાથે ઝઘડો કરી પેટમાં ચપ્પુ ઘોંસ્યો હતો. યુવકને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજ્યું હતું. આરોપી તરીકે લક્ષ્મણનગર સોસાયટીનો રહેવાસી પ્રભુ શેટ્ટી (ઉ. 25)ની ઝડપથી ધરપકડ કરવામાં આવી છે અને તેણે ગુનાની કબૂલાત પણ કરી છે.

हत્યા બાદ સ્થાનીક લોકો, ખાસ કરીને મહિલાઓનો રોષ ફાટી નીકળ્યો હતો. 400થી વધુ મહિલાઓએ કાપોદ્રા પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરી તીખા નારાઓ સાથે વિરોધ નોંધાવ્યો હતો. મહિલાઓની માંગ હતી કે ખુલ્લેઆમ ચાલતા દારૂના અડ્ડાઓ તાત્કાલિક બંધ કરવામાં આવે અને આરોપીને ફાંસીની સજા આપવામાં આવે.

પરિસ્થિતિ વધુ ઉગ્ર ન બને તે માટે પોલીસ સ્ટેશનના દરવાજા તાત્કાલિક બંધ કરી દેવામાં આવ્યા હતા. ઘટનાના પગલે ડીસીપી આલોક કુમાર સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને લોકોએ રજૂ કરેલી માંગણીઓ ધ્યાનમાં લઈને કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.

અધિકારીઓએ જણાવ્યુ કે, આ મામલે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) રચવામાં આવી છે અને 15 દિવસની અંદર ચાર્જશીટ દાખલ કરવામાં આવશે. બીજી તરફ, રીક્ષાચાલક પર પણ હુમલો કરનાર આરોપી વિરુદ્ધ કડક પગલાં લેવાના આશ્વાસન સાથે પોલીસ દ્વારા કાયદાકીય પ્રક્રિયા આગળ વધારવામાં આવી રહી છે.

સુરત શહેરમાં વધતા ગુનાગાર કૃત્યો અને ખુલ્લેઆમ ચાલતા દારૂના ધંધાઓ સામે હવે સ્થાનિક લોકોમાં પણ જાગૃતિ જોવા મળી રહી છે. આવી ઘટનાને પગલે ફરી એકવાર સુરક્ષા વ્યવસ્થાની અસરકારકતાનો પ્રશ્ન ઉભો થયો છે.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow