પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને ચંદનના લેપથી વિશેષ શ્રૃંગાર કરવામાં આવ્યો
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને ચંદનના લેપથી વિશેષ શ્રૃંગાર કરવામાં આવ્યો
ગિર સોમનાથ: શ્રાવણ શુક્લ એકાદશી પર પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને ચંદનના લેપથી વિશેષ શ્રૃંગાર કરવામાં આવ્યો હતો. હિંદુ ધર્મમાં ચંદનને શુદ્ધ અને પવિત્ર માનવામાં આવે છે. ચંદનની શીતળતા અને સુગંધ ભક્તોની આધ્યાત્મિક અનુભૂતિમાં વૃદ્ધિ કરે છે. ચંદન ધ્યાન કેન્દ્રિત કરવામાં સહાય કરે છે. સોમનાથ મંદિરમાં એકાદશી પર ભગવાન શિવને મંદિરમાં જ તૈયાર કરાયેલ શુદ્ધ ચંદનનો લેપ શાસ્ત્રોક્ત વિધિવિધાન સાથે લગાવવામાં આવ્યો હતો.
સમગ્ર વિશ્વમાં શાંતિ બની રહે અને તમામ મનુષ્યના મસ્તિષ્કમાં શિવરૂપે કલ્યાણ સ્થાપિત થાય તેવી પ્રાર્થના સાથે આ શૃંગાર કરવામાં આવે છે.
What's Your Reaction?






