બીજેપી નેતા અમિત શાહની, આજે હરિયાણામાં ત્રણ જગ્યાએ જાહેર સભાઓ

નવી દિલ્હી : ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના વરિષ્ઠ નેતા, સ્ટાર પ્રચારક અને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ, આજે હરિયાણામાં જાહેર સભાઓને સંબોધશે. તેઓ ત્રણ વિધાનસભા ક્ષેત્રોમાં પ્રચાર કરશે. ભાજપે પોતાના એક્સ હેન્ડલમાં શાહનો આજનો કાર્યક્રમ શેર કર્યો છે.
બીજેપી અનુસાર સ્ટાર પ્રચારક શાહ, આજે રેવાડી વિધાનસભા મતવિસ્તારથી ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે. તેઓ બપોરે 12 વાગ્યે રેવાડીના સેક્ટર-3માં ભાજપની ચૂંટણી રેલીને સંબોધિત કરશે. આ પછી બીજેપી નેતા શાહ, મુલાના વિધાનસભા ક્ષેત્રમાં પ્રચાર માટે પહોંચશે. તેઓ બપોરે 2.30 કલાકે બરારા અનાજ મંડી માં જાહેર સભાને સંબોધશે. અહીંથી શાહ, લાડવા પહોંચશે. અહીં તેઓ સાંજે પોણા ચાર વાગે મતદારોને મળશે. અહીં તેમની રેલી કુરુક્ષેત્ર ગ્રાઉન્ડમાં યોજાશે.
What's Your Reaction?






