વડાપ્રધાન મોદીએ, ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં કેન્સરના નિદાન માટે 7.5 મિલિયન અમેરિકી ડોલરના ગ્રાન્ટની જાહેરાત કરી

વડાપ્રધાન મોદીએ, ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં કેન્સરના નિદાન માટે 7.5 મિલિયન અમેરિકી ડોલરના ગ્રાન્ટની જાહેરાત કરી

નવી દિલ્હી:વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ, વિલમિંગ્ટન, ડેલવેયરમાં ક્વાડ લીડર્સ સમિટ દરમિયાન રાષ્ટ્રપતિ જો બાઈડેન દ્વારા આયોજિત ક્વાડ કેન્સર મૂનશોટ ઇવેન્ટમાં ભાગ લીધો હતો. આ દરમિયાન, ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં કેન્સર પરીક્ષણ, સ્ક્રીનીંગ અને નિદાન માટે 7.5 મિલિયન અમેરિકી ડોલર ની ગ્રાન્ટની જાહેરાત કરવામાં આવી હતી. આ પ્રસંગે વડા પ્રધાને, સર્વાઇકલ કેન્સરની રોકથામ, શોધ અને સારવારના ઉદ્દેશ્યથી રાષ્ટ્રપતિ બાઈડેનની આ વિચારશીલ પહેલની ઊંડી પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે, આ કાર્યક્રમ ઈન્ડો-પેસિફિક દેશોમાં લોકોને સસ્તું, સુલભ અને ગુણવત્તાયુક્ત આરોગ્યસંભાળ પ્રદાન કરવામાં ઘણો આગળ વધશે. તેમણે કહ્યું કે, ભારત દેશમાં મોટા પાયે સર્વાઇકલ કેન્સર સ્ક્રીનીંગ પ્રોગ્રામ પણ ચલાવી રહ્યું છે. ભારતના સ્વાસ્થ્ય સુરક્ષા પ્રયાસો વિશે વાત કરતાં, તેમણે ઉલ્લેખ કર્યો કે, દેશે સર્વાઇકલ કેન્સરની રસી વિકસાવી છે અને આ રોગ માટે એઆઈ-આધારિત સારવાર પ્રોટોકોલ પર કામ કરી રહ્યું છે. કેન્સર મૂનશોટ પહેલમાં ભારતના યોગદાનના ભાગરૂપે, વડાપ્રધાને એ પણ જાહેરાત કરી કે, ભારત ઈન્ડો-પેસિફિકમાં કેન્સર નિવારણ માટે રેડિયોથેરાપી સારવાર અને ક્ષમતા નિર્માણ માટે સહાય પૂરી પાડશે. તેમણે એ પણ ઉલ્લેખ કર્યો કે જીએવીઆઈ અને ક્વાડ કાર્યક્રમો હેઠળ ભારતમાંથી રસીના 40 મિલિયન ડોઝના સપ્લાયથી ઈન્ડો-પેસિફિક દેશોને ફાયદો થશે. "જ્યારે ક્વાડ કામ કરે છે, ત્યારે તે માત્ર રાષ્ટ્રો માટે નથી, તે લોકો માટે છે અને તે તેના માનવ-કેન્દ્રિત અભિગમનો વાસ્તવિક સાર છે," વડાપ્રધાને કહ્યું. ડિજિટલ હેલ્થ પર ડબ્લ્યુએચઓ ના વૈશ્વિક પહેલમાં તેના 10 મિલિયન અમેરિકી ડોલર ના યોગદાન દ્વારા ભારત ઇન્ડો-પેસિફિક ક્ષેત્રના રસ ધરાવતા દેશોને ડીપીઆઈ પર કેન્સરની શોધ, સંભાળ અને ટકાઉપણું માટે તકનીકી સહાય પણ પ્રદાન કરશે. કેન્સર મૂનશોટ પહેલ દ્વારા, ક્વાડ લીડર્સે ઈન્ડો-પેસિફિક દેશોમાં સર્વાઈકલ કેન્સર કેર અને ટ્રીટમેન્ટ ઈકોસિસ્ટમમાં રહેલા અંતરને દૂર કરવા સાથે મળીને કામ કરવા માટે પ્રતિબદ્ધતા દર્શાવી હતી. આ પ્રસંગે સંયુક્ત કેન્સર મૂનશોટ ફેક્ટ શીટ બહાર પાડવામાં આવી હતી.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow