વરસાદ નહીં, તંત્રની બેદરકારીનો માર! ગુજરાતના શહેરોમાં જનજીવન ખોરવાયું

વરસાદ નહીં, તંત્રની બેદરકારીનો માર! ગુજરાતના શહેરોમાં જનજીવન ખોરવાયું

ગુજરાત: ચોમાસાની શરૂઆત થતાં જ રાજ્યના અનેક શહેરોમાં વરસાદી ઝાપટું પડ્યું છે. પરંતુ પવન પાણી કરતાં પણ વધારે નુકશાન તંત્રની બેદરકારીએ પહોંચાડ્યું છે. સ્માર્ટ સિટીના નામે મોટા મોટા દાવાઓ કરનાર તંત્રની હકીકત પાણીમાં ગરકાવ થયેલા રસ્તાઓ, ઉભરાતા ગટરો, તૂટી પડેલા વૃક્ષો અને ખોટકાયેલા વાહનો પરથી સ્પષ્ટ થઈ રહી છે.

અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિત અનેક શહેરોમાં વરસાદી પાણી ભરાઈ જતા વાહનવ્યવહાર ઠપ થઈ ગયો છે. ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે. ઘણા વિસ્તારોમાં લોકો ઘરેથી બહાર પણ નીકી શક્યા નથી. જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે.

પ્રશાસનની નિષ્ક્રિયતા સામે લોકોએ ભારે નારાજગી વ્યક્ત કરી છે. લોકોને કહેવું છે કે દર વર્ષે આવું થાય છે છતાં તંત્રએ કઈયે અભ્યાસ નથી લીધો.

આ બેડકીઓ ડેવલપમેન્ટ ના દાવાઓની હકીકત બતાવે છે. વરસાદ પડવો કુદરતી ઘટના છે, પણ દર વર્ષે આવતી મુશ્કેલીઓ તંત્રના નિષ્ફળ આયોજનને છતી કરે છે.

 

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow