વડાપ્રધાન મોદીએ, પંડિત દીનદયાલ ઉપાધ્યાયને તેમની જન્મજયંતિ પર નમન કર્યા

નવી દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, અખંડ માનવતાવાદના પ્રણેતા પંડિત દીનદયાલ ઉપાધ્યાયને આજે તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. વડાપ્રધાને એક્સ હેન્ડલ પર એક વીડિયો અપલોડ કર્યો અને પંડિત દીનદયાલ ઉપાધ્યાયના જીવન પ્રસંગોની ચર્ચા કરી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના એક્સ હેન્ડલ પર લખ્યું, "મહાન રાષ્ટ્રવાદી વિચારક પંડિત દીનદયાલ ઉપાધ્યાયજીને તેમની જન્મજયંતિ પર હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ. તેમની અંત્યોદયની અવધારણા, વિકસિત ભારતના વિઝનને પ્રાપ્ત કરવામાં અમૂલ્ય ભૂમિકા ભજવશે. તેમનું દેશ પ્રત્યેનું સમર્પણ અને સેવા અવિસ્મરણીય રહેશે".
ભાજપની વેબસાઈટ પર પંડિત દીનદયાળ ઉપાધ્યાયના જીવનની વિગતવાર ચર્ચા કરવામાં આવી છે. એવું જણાવવામાં આવ્યું છે કે, પંડિત દીનદયાલ ઉપાધ્યાય 1953 થી 1968 સુધી ભારતીય જનસંઘના નેતા હતા. ગંભીર ફિલોસોફર અને ઊંડા વિચારક હોવા ઉપરાંત, તેઓ એક સમર્પિત આયોજક અને નેતા હતા જેમણે જાહેર જીવનમાં વ્યક્તિગત શુચિતા અને ગરિમા ના ઉચ્ચતમ પરિમાણો સ્થાપિત કર્યા હતા.
What's Your Reaction?






