વિશાલા ખાતે નવીનીકરણ પામેલ, ધાતુપાત્ર સંગ્રહાલય ‘વિચાર’નું ઉદ્ઘાટન કરતાં અમિત શાહ

વિશાલા ખાતે નવીનીકરણ પામેલ, ધાતુપાત્ર સંગ્રહાલય ‘વિચાર’નું ઉદ્ઘાટન કરતાં અમિત શાહ

અમદાવાદ:અમદાવાદના વિશાલા ખાતે નવીનીકરણ પામેલ વિચાર ધાતુપાત્ર સંગ્રહાલયનું અમિત શાહના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી દ્વારા ગાંધીમિત્ર એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા.અમિત શાહે નવીનીકરણ પામેલા ધાતુપાત્ર સંગ્રહાલયનું નિરીક્ષણ કર્યું હતું.

આ મ્યુઝિયમમાં વિશ્વભરનાં વાસણોના સંગ્રહને તેમણે નિહાળ્યો હતો.અમિત શાહના હસ્તે સામાજિક કાર્યો માટે દિનેશ મનજી લાઠીયા, અલ્પેશ રમેશ બારોટ, જિજ્ઞા ભાસ્કર શેઠને ગાંધીમિત્ર એવોર્ડએનાયત કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, વિશાલાના મેનેજિંગ ટ્રસ્ટી સુરેન્દ્ર પટેલ અને અન્ય આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow