સિધ્ધપુર સુજાણપુર પાટિયા નજીક આવેલ શ્રી સુલતાન પાર્શ્વનાથ જૈન મંદિરમાં તસ્કરો ત્રાટકયા

પાટણ:સોનાના ઘરેણા, રોકડ રકમ સહિત કુલ ₹2.90 લાખનો મુદ્દામાલ લઇ ફરાર થયા.બનાવ અંગે સિદ્ધપુર પોલીસ મથકે ગુનો નોંધી તપાસ હાથ ધરાઈ સિદ્ધપુર સુજાણપુર પાટિયા નજીક હાઇવે પર આવેલ શ્રી સુલતાન પાર્શ્વનાથ જૈન મંદિરમાં રાત્રિના સમયે અજાણ્યા તસ્કરો ત્રાટકયા હતા. જેમાં મંદિરમાંથી તસ્કરોએ સોનાના ઘરેણા તેમજ દાન પેટીમાંથી રોકડ રકમ સહિત કુલ રૂ. 2.90 લાખ ઉપરાંતનો મુદ્દામાલ લઈ ફરાર થઈ ગયા હતા. જોકે સવારે મંદિરમાં પૂજારી પૂજા કરવા આવતા મંદિરમાં સામાન વેરવિખેર પડ્યો હતો જેને લઈ તેઓએ મંદિરના ઓફિસર મેનેજરને જાણ કરતા તેને સિદ્ધપુર પોલીસ મથકે અજાણ્યા ઈસમો સામે ફરિયાદ નોંધાવી હતી સિદ્ધપુર સુજાણપુર પાટિયા નજીક હાઇવે પર આવેલ શ્રી સુલતાન પાર્શ્વનાથ જૈન મંદિરમાં ગત 31 ઓગસ્ટ ના રોજ રાત્રીના સમયે અજાણ્યા તસ્કરો મંદિરનો દરવાજો તોડી અંદર પ્રવેશ કર્યો હતો. જેમાં મુખ્ય ભગવાનની મૂર્તિના સોનાના બે ચક્ષુ તથા બે ભ્રમર અંદાજીત કિ.રૂ. 1 લાખ તેમજ મુખ્ય મૂર્તિના અને બહારના ભાગની ત્રણ મૂર્તિના નાના-મોટા ચાંદીના ટીકા નંગ-27 કિ. રૂ. 1 લાખ, તેમજ બહારના ભાગે લગાવેલ નાની મૂર્તિઓમાંથી ચાંદીના આઠ ચક્ષુ તેમજ આઠ ભ્રમર મળી કુલ સોળ અંદાજીત કિ.રૂ.40 હજાર તથા ગર્ભગૃહમાંથી પંચધાતુનો એક પાટલો કિ.રૂ. 10 હજાર તેમજ મંદિરમાં રહેલ દાન પેટીમાંથી રોકડ રકમ રૂ.40 હજાર મળી કુલ રૂ.2,90,000ના મુદામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા જોકે બીજા દિવસે ગત તા.1 સપ્ટેબરના રોજ સવારે મંદિરના પૂજારી પુજા કરવા જતાં મંદિરમાં સામાન વેરવિખેર પડ્યો હતો જેથી ઓફીસ મેનેજરને જાણ કરી હતી અને ત્યારબાદ મંદિરના ટ્રસ્ટીઓને જાણ કરવામાં આવી હતી જેને લઈ મંદિરના ઓફિસર મેનેજરની નોકરી કરતા પ્રવિણચંદ્ર ડાહ્યાલાલ શાહ રહે.ઇડર તા.સાબરકાંઠાવાળાએ ચોરી અંગે સિદ્ધપુર પોલીસ મથકે અજાણ્યા ઈસમો સામે ફરિયાદ નોંધાવી હતી. જેને લઈ સિદ્ધપુર પોલીસે તપાસનો દોર શરૂ કર્યો છે.
What's Your Reaction?






