અમિત શાહે ચાણક્યપુરી ખાતેથી, નિઃશુલ્ક આરોગ્ય ચકાસણી કેમ્પનો પ્રારંભ કરાવ્યો

અમદાવાદ:ગુજરાતના પ્રવાસે પધારેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 'ગાંધીનગર લોકસભા - સ્વસ્થ લોકસભા' અભિયાન અંતર્ગત અમદાવાદના ચાણક્યપુરી ખાતેથી નિઃશુલ્ક આરોગ્ય ચકાસણી કેમ્પનો પ્રારંભ કરાવ્યો હતો.
શહેરના નાગરિકોના આરોગ્યની સુખાકારી માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત નિઃશુલ્ક આરોગ્ય તપાસ તથા દવાઓના વિતરણ કેમ્પના પ્રારંભ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ તથા મેયર પ્રતિભા જૈન ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે IOCLના સહયોગથી, શરૂ કરવામાં આવનાર મેડિકલ મોબાઈલ વાનનું ફ્લેગ ઓફ પણ કરાવ્યું હતું. નિઃશુલ્ક આરોગ્ય કેમ્પ અંતર્ગત નિષ્ણાત તબીબી ટીમો દ્વારા મેડિકલ ચેકઅપ, ઈકોકાર્ડીયોગ્રાફી(યુ.એન.મહેતા હોસ્પિટલ ટીમ દ્વારા), બ્લડ ડોનેશન કેમ્પ, જનરલ ઓપીડી, બ્લડ પ્રેશર અને ડાયાબિટીસની તપાસ, ટી.બી.ની તપાસ, આંખોની તપાસ, પોર્ટબલ એકસ-રે મશીનથી તપાસ, લેબોરેટરી તપાસ, સ્ત્રીરોગ નિદાન અને સારવાર, બાળરોગોની તપાસ, રસીકરણ, ચામડીના રોગોની તપાસ સહિતની આરોગ્ય સુવિધાઓ જાહેર જનતા માટે ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.
What's Your Reaction?






