આઘાડીએ વિકાસના કાર્યો અટકાવીને જનતાની તિજોરી પર કરોડોનો બોઝો વધાર્યો : કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ

આઘાડીએ વિકાસના કાર્યો અટકાવીને જનતાની તિજોરી પર કરોડોનો બોઝો વધાર્યો : કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ

મુંબઈ : કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે બોરીવલી વિધાનસભાના ભાજપના ઉમેદવારના ચૂંટણી પ્રચાર કાર્યાલયના ઉદ્ઘાટન સમારોહમાં આધાડી પર આકરા પ્રહાર કરતા જણાવ્યું કે, "મહા વિકાસ આઘાડીએ સત્તામાં આવતાની સાથે જ તમામ વિકાસ કાર્યો બંધ કરી દીધા હતા તેથી, તે મહા વિકાસ આઘાડી નથી, તે મહા વિનાશ આઘાડી છે." "મહા વિકાસ આઘાડી સત્તામાં આવતાની સાથે જ તેણે કોસ્ટલ રોડ, મેટ્રો વર્ક, તમામ વિકાસ કામો અટકાવીને વિકાસના કામમાં અવરોધો ઉભા કર્યા છે. આ વિકાસના કામો અટકાવતા કરોડો રૂપિયાનો વધારાનો ખર્ચ રાજ્યની તીજોરી પર પડ્યો એથી તે મહા વિકાસ આઘાડી નહીં પરંતુ મહાવિનાશ આઘાડી છે." બોરીવલી વિધાનસભામાં ભાજપના ઉમેદવાર સંજય ઉપાધ્યાયના ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે પીયૂષ ગોયલે એમ પણ કહ્યું હતું કે,

"સંજય ઉપાધ્યાય છેલ્લા ચાર દાયકાથી ભાજપમાં સક્રિય છે. 1984માં ચૂંટણી દરમિયાન તેઓ ચૂંટણી લડ્યા હતા. રામ જેઠમલાણીની ઝુંબેશમાં તેઓ મતદાર સ્લિપ લખીને ભાજપમાં સક્રિય થયા, તે સમયે સંજય ઉપાધ્યાય ભારતીય જનતા મોરચાના મુંબઈ અધ્યક્ષ હતા. ભાજપના ઉમેદવાર સંજય ઉપાધ્યાયે કહ્યું કે હું તમારા ભાઈ તરીકે હંમેશા તમારી સાથે રહીશ. જો કોઈ મૂંઝવણ હશે તો આપણે બધા સાથે મળીને તેનું નિરાકરણ કરીશું. બોરીવલીમાં 1978થી ભાજપ હંમેશા જીતી રહ્યું છે. બોરીવલી એક સાંસ્કૃતિક ઉપનગર છે, જ્યાં તમામ સમુદાયના લોકો સુમેળથી રહે છે. મને જે પ્રેમ અને સમર્પણ મળી રહ્યો છે, તેના માટે હું હંમેશા તમારો ઋણી રહીશ. બોરીવલીના લોકોનો ઉત્સાહ જોઈને હું કહી શકું છું કે ભાજપ અને મહાયુતિને મોટી જીત મળવાની છે. કાર્યક્રમ દરમિયાન હાજર રહેલા આરપીઆઈ સાંસદ રામદાસ આઠવલેએ કાવ્યાત્મક રીતે કહ્યું કે, બહારના લોકો ગમે તેટલો અવાજ ઉઠાવે, આ ભાજપનો બાલે કિલ્લા છે, મહાયુતિના તમામ ઉમેદવાર મારા પોતાના ઉમેદવાર છે, તેમણે જંગી મતોથી જીતવાનું છે.

આ કાર્યક્રમ દરમિયાન ભાજપ-આરપીઆઈ, શિવસેના, ભાજપના ભુતપૂર્વ સાંસદ ગોપાલ શેટ્ટી, ભુતપૂર્વ સાંસદ રામ નાઈક, ભાજપના વિધાનસભ્ય પ્રવીણ રાણે, ભુતપૂર્વ વિધાનસભ્ય સુનિલ રાણે, કામદાર સંઘના નેતા અભિજીત રાણે સહિત મોટી સંખ્યામાં ભાજપ-આરપીઆઈ, શિવસેનાના કાર્યકરો હાજર રહ્યા હતા.

તમામ સમસ્યા દુર કરીને ઉત્તર મુંબઈને શ્રેષ્ઠ મુંબઈ બનાવવાનો સંકલ્પ

પીયૂષ ગોયલે ઉપસ્થિત ભાજપ અને મહાયુતિ કાર્યકર્તાઓ પાસેથી પ્રતિજ્ઞા લેવડાવી કે તેઓ આગામી ચૂંટણીમાં બોરીવલીમાંથી 70 ટકા મતદાન કરશે. બોરીવલીની નાની-મોટી તમામ સમસ્યાઓ દૂર કરીને અમે ઉત્તર મુંબઈને શ્રેષ્ઠ મુંબઈ બનાવીશું.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow