ઈડી એ, મની લોન્ડરિંગ કેસમાં, પૂર્વ ક્રિકેટર અને કોંગ્રેસ નેતા અઝહરુદ્દીનને સમન્સ પાઠવ્યા

ઈડી એ, મની લોન્ડરિંગ કેસમાં, પૂર્વ ક્રિકેટર અને કોંગ્રેસ નેતા અઝહરુદ્દીનને સમન્સ પાઠવ્યા

નવી દિલ્હી:એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) એ, હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશન (એચસીએ) ના નાણાકીય કૌભાંડ સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં, ભૂતપૂર્વ ક્રિકેટર અને કોંગ્રેસ નેતા મોહમ્મદ અઝહરુદ્દીનને સમન્સ પાઠવ્યું છે. ઈડી એ તેમને ગુરુવારે પૂછપરછ માટે બોલાવ્યા છે. તેઓ એચસીએ ના પ્રમુખ રહી ચૂક્યા છે.

સત્તાવાર સૂત્રોએ ગુરુવારે જણાવ્યું હતું કે, કેન્દ્રીય તપાસ એજન્સી ઈડી એ, ભૂતપૂર્વ ક્રિકેટર અને કોંગ્રેસ નેતા મોહમ્મદ અઝહરુદ્દીનને નાણાકીય કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં આજે પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું છે. ઈડી દ્વારા કોંગ્રેસ નેતાને જારી કરવામાં આવેલ આ પહેલું સમન્સ છે, જેના હેઠળ તેમણે કેન્દ્રીય તપાસ એજન્સી સમક્ષ હાજર થવું પડશે. ભૂતપૂર્વ ક્રિકેટર પર તેમના કાર્યકાળ દરમિયાન ભંડોળના દુરુપયોગનો આરોપ છે.

આ મામલો હૈદરાબાદના ઉપ્પલમાં રાજીવ ગાંધી ક્રિકેટ સ્ટેડિયમ માટે ડીઝલ જનરેટર, અગ્નિશમન પ્રણાલી અને છત્રીઓની ખરીદી માટે ફાળવવામાં આવેલા રૂ. 20 કરોડના કથિત ગેરઉપયોગ સાથે સંબંધિત છે. અઝહરુદ્દીન સપ્ટેમ્બર 2019માં એચસીએ ના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. એપેક્સ કાઉન્સિલના ભંડોળના દુરુપયોગના આરોપો પર કાર્યવાહી કરવામાં આવ્યા બાદ તેમને જૂન 2021 માં તેમનું પદ છોડવું પડ્યું હતું.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow