જૈનોના પવિત્ર મહાપર્વ પર્યુષણમાં ભિવંડીમાં બે દિવસ માસ-મટનની દુકાનો બંધ રાખવા નોટિસો અપાય

જૈન સમાજના પવિત્ર પર્યુષણ મહાપર્વમાં આખો જૈન સમાજ ભક્તિમય હોય છે. આ પર્વમાં મુંગા જનાવરો કતલખાનામાં જીવ ન ગુમાવે એ માટે જૈન સમાજના સક્રિય કાર્યકતાઓ અનેક પ્રયત્નો કરતાં હોય છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ પર્યુષણમાં 31 ઓગસ્ટ અને 7 સપ્ટેમ્બરના સંવત્સંરીના દિવસે માસ-મટનની દુકાનો બંધ રહે એ માટે વિવિધ જૈન સંસ્થાઓ સહિત સક્રિય કાર્યકતાઓ દ્વારા મહારાષ્ટ્રભરની મહાનગરપાલિકામાં વિનંતી પત્ર સોંપવામાં આવ્યા છે. એ પ્રમાણે ભિવંડી મહાનગરપાલિકા ક્ષેત્ર અંતર્ગત દુકાનોને નોટિસ આપવામાં આવી છે. જ્યારે અન્ય મહાનગરપાલિકા પણ આગામી દિવસોમાં નોટિસ બજાવવાની છે. આ વિશે જૈન સમાજના સક્રિય એક્ટિવિસ્ટ અશોક જૈનના કહેવા પ્રમાણે, મહારાષ્ટ્ર સરકારના પરિપત્ર મુજબ, મહારાષ્ટ્રમાં કતલખાના, માંસ વેચાણ અને મરઘી વેચાણની દુકાનો જૈનોના પર્યુષણના પ્રથમ દિવસ એટલે કે, 31 ઓગષ્ટ્ર અને છેલ્લા દિવસ 7 સપ્ટેમ્બર એમ બે દિવસ રાખવાનું ફરજિયાત છે. એ ઉપરાંત મહારાષ્ટ્રભરના તમામ કતલખાનાઓ, માંસ અને મરઘીની દુકાનોમાં પણ પ્રતિબંધનો અમલ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહયો છે.
What's Your Reaction?






